Wednesday, 5 February 2020

રેડમીના અપકમિંગ ડિવાઇસનું ટીઝર રિલીઝ થયું

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીનો બહુચર્ચિત સ્માર્ટફોન ‘Mi 10 પ્રો’ આગામી માર્ચ મહિના સુધી લોન્ચ થઈ શકે છે આ પહેલાં કંપની સ્માર્ટફોન સિવાયની એક પ્રોડક્ટના લોન્ચિંગની તૈયારીમાં છે. શાઓમી ઇન્ડિયાના MD મનુકુમાર જૈને અપકમિંગ ડિવાઇસનું ટીઝર પોતાના ટ્વિટર પર શેર કર્યું છે.

મનુ કુમારે 18 સેકન્ડનું વીડિયો ટીઝર શેર કર્યું છે. ટીઝરને જોતા આ ડિવાઈસ પાવરબેંક અથવા બ્લુટૂથ સ્પીકર હોય તેમ નજરે પડે છે. ટીઝરમાં ડિવાઇસનાં બ્લેક કલર વેરિઅન્ટને દર્શાવવામાં આવ્યું છે. ડિવાઇસ પર શાઓમી નહીં પરંતુ રેડમી બ્રાન્ડિંગ જોવા મળી રહ્યું છે સાથે જ ડિવાઇસમાં પાવર બટન જોવા મળે છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ડિવાઇસ રેડમીબુક પણ હોઈ શકે છે. જો આ ડિવાઇસ બ્લૂટૂથ સ્પીકર અથવા પાવરબેંક હશે તે તો રેડમી ઇન્ડિયાની આ કેટેગરીમાં પ્રથમ પ્રોડક્ટ બનશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Redmi's Upcoming Device Teaser Released


from Divya Bhaskar https://ift.tt/39cTI86

No comments:

Post a Comment