ગેજેટ ડેસ્ક: કોરિયન ટેક કંપની સેમસંગે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ગેલેક્સી અનપેક્ડ 2020 ઈવેન્ટમાં ટોમ બ્રાઉન એડિશનનો ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનની ડિઝાઈન અમેરિકાની ફેમસ ફેશન બ્રાન્ડ થોમ બ્રાઉને તૈયાર કરી છે. ઓફિશિયલ રીતે આ ફોન માર્ચ મહિનામાં લોન્ચ થઈ શકે છે. ફોનની સ્ક્રીન પર થોમ બ્રાઉન કંપનીનું વોલપેપર છે.
આર્ટ અને ટેક્નોલોજીનો સમન્વય
સેમસંગ ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોનની સાથે કંપની ગેલેક્સી બડ્સ+, લેધર કેસ અને ગેલેક્સી વોચ એક્ટિવ 2 પણ આપશે. વોચમાં ગ્રે કલરની લેધર સ્ટ્રેપ છે. આ દરેક પ્રોડક્ટ પર થોમ બ્રાઉન કંપનીનો ઓફિશિયલ લોગો પણ છે.લોન્ચિંગ ઈવેન્ટ દરમિયાન થોમ બ્રાઉન કંપનીના સ્પોક્સપર્સને જણાવ્યું કે, બે કંપનીએ ભેગા મળીને શાનદાર ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોન તૈયાર કર્યો છે. આ ફોન આર્ટ અને ટેક્નોલોજીનો સમન્વય છે.
14 ફેબ્રુઆરીથી પ્રિ-બુકીંગ શરૂ
હાલ થોમ બ્રાઉન એડિશનનો આ સ્માર્ટફોન લિમિટેડ ક્વોન્ટિટીમાં સ્પેશિયલ માર્કેટમાં જ ઉપલબ્ધ છે. ‘ગેલેક્સી Z ફ્લિપ’નો પ્રિ-ઓર્ડર 14 ફેબ્રુઆરીથી શરુ થશે. આ ફોન લેવા ઈચ્છતા યુઝર સેમસંગ અને થોમ બ્રાઉન કંપની પર બુક કરાવી શકશે. કંપનીએ હાલ તેની કિંમતને લઈને પણ કોઈ ખુલાસો કર્યો નથી.
સેમસંગ ‘ગેલેક્સી Z ફ્લિપ’ સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે | 6.70 ઈંચ |
| પ્રોસેસર | સેમસંગ Exynos 990 |
| ફ્રન્ટ કેમેરા | 10 MP |
| રિઅર કેમેરા | 12 MP+ 64 MP+ 12 MP |
| રેમ | 8GB |
| સ્ટોરેજ | 128GB |
| OS | Android 10 |
| રિઝોલ્યુશન | 1440x3200 pixels |
| બેટરી | કેપેસિટી 4500mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2HhjUTg
No comments:
Post a Comment