સેમસંગ કંપનીએ મે, 2019માં 64 મેગાપિક્સલનું કેમેરા સેન્સર રજૂ કર્યું હતું. તેના 6 મહિના પછી કંપનીએ 108 મેગાપિક્સલનું સેન્સર માર્કેટમાં ઉતાર્યું. આ કેમેરા સેન્સરને ટક્કર મારવા માટે ચીનની શાઓમી કંપનીએ પણ 108 મેગાપિક્સલ સેન્સરવાળો Miનોટ 10 લોન્ચ કર્યો છે. સેમસંગ કંપનીએ હાલમાં કરેલી જાહેરાત પ્રમાણે તે અત્યાર સુધીના સૌથી મજબૂત લેન્સ પર કામ કરી રહી છે. કંપની હાલ 600 મેગાપિક્સલના સેન્સર બનાવવાની તૈયારીમાં છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ લેન્સ મનુષ્યની આંખોને પણ ટક્કર આપશે.
Sensors that go beyond human senses will soon become an integral part of our daily lives #ImageSensors #Nonacell #ISOCELLhttps://t.co/bsElHifrEC
— SamsungNewsroomIN (@SamsungNewsIN) April 21, 2020
સેમસંગની વેબસાઈટ મુજબ, માનવીની આંખનું રિઝોલ્યુશન 500 મેગાપિક્સલ હોય છે, આથી આ કેમેરાનું રિઝલ્ટ આપણી આંખો કરતાં પણ ચડિયાતું હશે. કંપની આ સેન્સરનો ઉપયોગ મોબાઈલ ફોન, ઓટોમેટિક કાર અને ડ્રોનમાં કરશે. જો કે, કંપનીએ આ સેન્સર લોન્ચિંગ વિશે કોઈ જાણકારી આપી નથી
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સેમસંગ આ વર્ષ 2020ના અંત સુધીમાં 150 મેગાપિક્સલનું સેન્સર રજૂ કરશે, જેનો ઉપયોગ શાઓમી તેના સ્માર્ટફોનમાં કરશે. આ ઉપરાંત 192 મેગાપિક્સલના સેન્સર પણ માર્કેટમાં ટૂંક સમયમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ ગેલેક્સી S20 સિરીઝને લોન્ચ કરી તેમાં 100X ઝૂમ આપ્યું છે. સેમસંગની પહેલાં હુવાવે કંપનીએ P30 સિરીઝમાં 50X ઝૂમ આપ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34XeMPm
No comments:
Post a Comment