ચાઈનીઝ ટેક કંપની વિવોની સબબ્રાન્ડ iQQO તેનો અપકમિંગ સ્માર્ટફોન ‘iQQO Neo3 5G’ 23 એપ્રિલે ચીનમાં લોન્ચ કરશે. કંપનીએ માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન જાહેર કર્યાં છે. તે મુજબ ફોનમાં 3 રિઅર કેમેરા સેટઅપ અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર મળશે.
‘iQQO Neo3 5G’નાં બેઝિક સ્પેસિફિકેશન
- કંપનીના લિસ્ટિંગ મુજબ, ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
- ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર મળશે. સાથે જ ફોનમાં હાઈફાઈ ચિપ મળશે, જે 125dBનો સિગ્નલ ટુ નોઈઝ રેશિયો આપશે.
- ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા વિથ LED ફ્લેશ લાઈટ સેટઅપ મળશે.
- ફોનમાં સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે. અર્થાત ફોનમાં સિગલ ફ્રન્ટ કેમેરા મળશે.
- ફોનનું 8GB+256GB વેરિઅન્ટ લોન્ચ થશે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 144Hzની રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
- ફોનમાં 44 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VhBDlc
No comments:
Post a Comment