Sunday, 19 April 2020

‘વન પ્લસ 8’ સિરીઝનાં સ્માર્ટફોનની ભારતમાં કિંમત જાહેર થઈ, બેઝિક વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા

ચાઈનીઝ ટેક કંપનીએ ગત બુધવારે ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા તેની 5G ફ્લેગશિપ સિરીઝ ‘વન પ્લસ 8’ લોન્ચ કરી હતી. જોકે કંપનીએ લોન્ચિંગ સમયે ભારતમાં લોન્ચ થનારાં વેરિઅન્ટ્સ અને તેની કિંમત વિશે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. ફાઈનલી કંપનીએ ભારતમાં ‘વન પ્લસ 8’ સિરીઝનાં સ્માર્ટફોનની કિંમત જાહેર કરી છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા અને ટોપ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે. જોકે તેનું વેચાણ ક્યારથી શરૂ કરવામાં આવશે તે પ્રશ્ન હજુ પણ યથાવત છે.

ભારતમાં કિંમત અને વેરિઅન્ટ

‘વન પ્લસ 8’
6GB + 128GB: 41,999 રૂપિયા

8GB + 128GB: 44,999 રૂપિયા

12GB+ 256GB: 49,999 રૂપિયા


‘વન પ્લસ 8’ પ્રો
8GB + 128GB: 54,999 રૂપિયા
6GB + 128GB: 59,999 રૂપિયા

‘વન પ્લસ 8’ સિરીઝનાં બેઝિક ફીચર્સ

  • આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી ધરાવે છે, જે 3D ઓડિયો અને ઝૂમિંગ ઓડિયો સપોર્ટ કરે છે.
  • ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • સિક્યોરિટી માટે બંને ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

‘વન પ્લસ 8’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ:6.55 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ:ફુલ HD+ (1080x2400 પિક્સલ) AMOLED
OS:OxygenOS વિથ એન્ડ્રોઈડ10
પ્રોસેસર:ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રિઅર કેમેરા:48MP (પ્રાઈમરી કેમેરા)+ 16MP (ટેરિટરી સેન્સર)+ 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા:16MP
રેમ:8GB/12GB
સ્ટોરેજ:128GB/256GB
બેટરી:4,300mAh વિથ વ્રેપ ચાર્જ 30T
વજન:180 ગ્રામ

‘વન પ્લસ 8 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ:6.78 ઈંચ
ડિસ્પ્લેટાઈપ:QHD+ (1440x3168 પિક્સલ) વિથ 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસ
OS:OxygenOS વિથ એન્ડ્રોઈડ10
પ્રોસેસર:ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865
રિઅર કેમેરા:48MP (Sony IMX689 સેન્સર)+ 48MP (ટેરિટરી વાઈડ એંગલ લેન્સ) + 8MP (ટેલિફોટો લેન્સ) + 5MP
ફ્રન્ટ કેમેરા:16MP
રેમ:8GB/12GB
સ્ટોરેજ:128GB/256GB
બેટરી:4,510mAh વિથ વ્રેપ ચાર્જ 30T અને રિવર્સ ચાર્જિંગ
વજન:199 ગ્રામ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વન પ્લસ 8 પ્રો
વન પ્લસ 8


from Divya Bhaskar https://ift.tt/34QXnHV

No comments:

Post a Comment