લોકડાઉન 3.0માં ઈ કોમર્સસાઈટને છૂટછાટ મળતાં જ વિવિધ ટેક કંપનીઓ ભારતમાં પોતાની પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ ભારતમાં ‘હુવાવે ફ્રી બડ્સ3’વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યાં છે. તેની કિંમત 12,990 રૂપિયા છે. ઈયરફોનનાં કાર્બન બ્લેક અને સિરામક વ્હાટકલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેની ખાસ વાત એ છે કે તેમાં એક્ટિવ નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી અને 14.2mmનાં ડ્રાઈવર્સ આપવામાં આવ્યાં છે. તેનું વેચાણ 20મેથી એમેઝોન પર શરૂ થશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.
Do you want to get your hands on the world’s first OpenFit Earbuds with #ActiveNoiseCancellation?
— Huawei India (@HuaweiIndia) May 13, 2020
Coming soon for you at just INR 12,990. Also, get a wireless super charge worth INR 1,999 absolutely free!
Get notified: https://t.co/lBx9sX8BvT#NewIntelligentSound #HuaweiFreeBuds3 pic.twitter.com/2hNwCbFqkY
‘હુવાવે ફ્રી બડ્સ3’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન
-
ઈયરફોનમાં 14mmનાં ડ્રાઈવર્સ આપવમાં આવ્યાં છે. તેમાં ડોલ્ફિન બાયોનિક ડિઝાઈન મળશે.
- તેમાં ઈયરફોન કિરિન A1 ચિપ અને બ્લુટૂથ 5.1 ટેક્નોલોજી મળશે.
- તેમાં બોન સેન્સર આપવામાં આવ્યું છે, જે વાઈબ્રેશન કન્ટ્રોલ કરે છે.
- ઈયરફોનના કેસ ફુલી ચાર્જ્ડ થવા પર ઈયરફોનને 4 વાર ચાર્જ કરી શકાય છે.
- સિંગલ ચાર્જમાં તે 4 કલાક સોંગ પ્લેબેક અને ચાર્જિંગ કેસ સાથે 20 કલાકનું સોંગ પ્લેબેક આપે છે.
- પ્રથમ વખત તેને ડિવાઈસ સાથે કનેક્ટ કરવા માટે પોપ અપ વિન્ડો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તે ઓટોમેટિક કનેક્ટ થઈ જશે.
- તેમાં ટેપિંગ કન્ટ્રોલ મળશે. રાઈટ પેર ને ડબલ ટેપ કરવા મ્યૂઝિક પ્લે થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2As6aVD
No comments:
Post a Comment