Wednesday, 13 May 2020

હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ એકસાથે 25 કમેન્ટ્સ ડિલીટ કરી શકશે, યુઝર્સને પોસ્ટમાં કોણ ટેગ કરી શકશે તેની પણ પસંદગી કરી શકાશે

સાયબર બૂલિંગ જેવી સમસ્યાઓને લડત આપવા વીડિયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામે નવી અપડેટ અને ફીચર લોન્ચ કર્યાં છે. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધારે સિક્યોર્ડ કરવા માટે આ અપડેટ રિલીઝ કરી છે. કંપનીએ તેના બ્લોગમાં લખ્યું છે કે, ક્મ્યૂનિટી સ્ટાન્ડર્ડ્સ ઈન્ફોર્સમેન્ટ રિપોર્ટનું પાંચમું એડિશન રિલીઝ કરશે, જે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને સિક્યોર્ડ કરવા માટે અમારા સ્ટેપ્સની સમીક્ષા કરશે. કંપનીએ બ્લક કમેન્ટ ડિલીટ, ટેગિંગ, પિન્ડ કમેન્ટ સહિતનાં અનેક ફીચર લોન્ચ કર્યાં છે.

ડિલીટ કમેન્ટ ઈન બલ્ક

આ ફીચરની મદદથી યુઝર એક સાથે 25 કમેન્ટ્સ ડિલીટ કરી શકશે. તેનાથી વધારે માત્રામાં ફોલોઅર્સ ધરાવતા યુઝરને ફાયદો થશે. iOS યુઝર્સ ડોટેડ આઈકોન પર ક્લિક કરી તેનો ઉપયોગ કરી શકશે. તેનાં પર મેનેજ કમેન્ટમાં જઈ મેન્યુઅલી કમેન્ટ સિલેક્ટ કરી તેને ડિલીટ કરી શકશે.

બ્લોક કમેન્ટ્સ અને અકાઉન્ટ્સ

આ ફીચર અગાઉની અપડેટમાં પણ હતું. જોકે આ નવાં ફીચરમાં યુઝર બલ્કમાં કમેન્ટ્સ અને અકાઉન્ટ બ્લોક કરી શકશે. તેના માટે iOS યુઝર મેનેજ કમેન્ટમાં જઈ બ્લકમાં અકાઉન્ટ બ્લોક કરી શકે છે. એન્ડ્રોઈડ યુઝર્સ કમેન્ટ પર પ્રેસ અને હોલ્ડ કરી ડોટેડ આઈકોન પર જઈ બ્લોક ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

યુઝરને પોસ્ટમાં કોણ ટેગ કરી શકશે તે પણ પસંદ કરી શકશે

એન્ટિ બૂલિંગ માટે કંપનીએ યુઝરની પ્રાઈવસી માટે તેને પોસ્ટમાં કોણ ટેગ કરી શકશે તેવું ફીચર પણ લોન્ચ કર્યું છે. યુઝર એવરીવન, ઓનલી પીપલ યુ ફોલો અને નો વન એમ ત્રણ ઓપ્શનની પસંદગી કરી તેણે પોસ્ટમાં કોણ ટેગ અને મેન્શન કરી શકશે તે નક્કી કરી શકે છે.

Pinned કમેન્ટ

પોઝિટિવ એક્સપિરિઅન્સને પ્રમોટ કરવા માટે Pinned કમેન્ટ ફીચરનો પણ ઉમેરો કર્યો છે. આ ફીચરની મદદથી યુઝર તેની પોસ્ટમાં આવતી કમેન્ટને પ્રાયોરિટી આપી Pinned કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Instagram users can delete up to 25 comments at once, users can also choose who can tag in a post.


from Divya Bhaskar https://ift.tt/2y1mSub

No comments:

Post a Comment