ચાઈનીઝ ટેક કંપની શાઆમી નોટ 9 સિરીઝનાં સ્માર્ટફોન ‘રેડમી નોટ9 પ્રો’નો ગુરુવારે બપોરે 12 વાગ્યે ત્રીજો સેલ શરૂ થશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પરથી ફોનની ખરીદી કરી શકશે. ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ નક્કી કરેલા કેટલાક જ વિસ્તારમાં ડિલિવરી શરૂ કરવામાં આવશે. અન્ય ગ્રાહકો ફોનનું પ્રિ બુકિંગ કરાવી શકે છે. કંપનીએ ટ્વીટ કરી સેલ માહિતી શેર કરી છે.
Grab the performance beast #RedmiNote9Pro today at 12 noon on https://t.co/cwYEXeds6Y and @amazonIN
— Redmi India (@RedmiIndia) May 13, 2020
Avail ₹1000 flat off on @ICICIBank credit card.
RT if you're buying one! pic.twitter.com/PpcWSBzLio
‘રેડમી નોટ9 પ્રો’ની કિંમત અને વેરિઅન્ટ
4GB + 64GB: 13,999 રૂપિયા
6GB + 128GB: 16,999 રૂપિયા
ફોનની ખાસ વાત એ છે કે ફોનમાં ભારતની પોતાની નેવિગેશન સિસ્ટમ NavIC મળશે. સાથે જ 48MP પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર મળશે. સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
ઓફર
એમેઝોન પર ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય કેટલાક બેંકનાં કાર્ડ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે. આ ફોન અરોર બ્લૂ, ગ્લેશિયર વ્હાઈટ અને ઈન્ટસેલર બ્લેક કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
‘રેડમી નોટ 9 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
6.67-ઈંચ |
|
ડિસ્પ્લે ટાઈપ |
ફુલ HD+ 1080x2400 પિક્સલ |
|
OS |
એન્ડ્રોઈડ 10 વિથ MIUI11 |
|
પ્રોસેસર |
કવૉલકોમ સ્નેપડ્રેગન 720G |
|
રિઅર કેમેરા |
48 MP+ 8 MP + 5 MP+ 2 MP |
|
ફ્રન્ટ કેમેરા |
16 MP |
|
રેમ |
4GB/6GB |
|
સ્ટોરેજ |
64GB/128GB |
|
બેટરી |
5020mAh વિથ ફાસ્ટ વૉટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fLVNMl
No comments:
Post a Comment