Sunday, 17 May 2020

હવે વ્હોટ્સએપ યુઝર ‘મેસેન્જર રૂમ્સ’ ફીચરનો ઉપયોગ કરી એકસાથે કુલ 50 મેમ્બર્સ જોડે વીડિયો કોલિંગ કરી શકશે

ફેસબુકની માલિકીની એપ વ્હોટ્સએપ યુઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખી નવાં ફીચરનો ઉમેરો કરતી રહે છે. કોરોનાવાઈરસને લાગુ કરાયેલા લોકડાઉન પિરિયડમાં જ કંપનીએ અનેક નવાં ફીચર લોન્ચ કર્યાં છે. તેમાં એક નવાં ફીચર ‘મેસેન્જર રૂમ્સ’નો ઉમેરો થયો છે. આ ફીચરની મદદથી યુઝર ફેસબુકની માલિકીની અન્ય એપ્સનાં યુઝર્સ સાથે મળી કુલ 50 લોકો વીડિયો કોલિંગ કરી શકે છે. જોકે આ ફીચરનો ઉપયોગ કેટલાક બીટા વર્ઝન યુઝર્સ જ કરી શકશે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

બીટા યુઝર્સ માટે લોન્ચ થયું ફીચર

wabetainfoના રિપોર્ટ અનુસાર, 2.20.52.6 વર્ઝન ધરાવતા કેટલાક યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. એન્ડ્રોઈડમાં 2.20.163ના બીટા યુઝર્સ માટે ‘મેસેન્જર રૂમ્સ’ ફીચર લોન્ચ થયું છે. iOSનાં 2.20.52.6 બીટા વર્ઝનના કેટલાક યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકે છે. ‘મેસેન્જર રૂમ્સ’ ફીચરને 14મે એ ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું હતું.

કેવી રીતે ‘મેસેન્જર રૂમ્સ’ ફીચરનો ઉપયોગ કરવો

  • આ ફીચર કેટલાર બીટા વર્ઝન માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે.
  • તેના માટે વ્હોટ્સએપ યુઝરે ચેટમાં જઈ અટેચમેન્ટ પિકર પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ રૂમ્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કન્ટિન્યુ પર ક્લિક કરી રૂમ ક્રિએટ કરવા માટે વ્હોટ્સએપ અને ફેસબુક મેસેન્જરનાકોન્ટેક્ટ સિલેક્ટ કરવાના રહેશે.

મેસેન્જર રૂમ્સ ફીચરથી ફેસબુકની વિવિધ એપ્સ પર યુઝર એકબીજા સાથે વીડિયો કોલિંગ કરી શકે છે

  • ફેસબુકે મેસેન્જર રૂમ્સ ફીચર 14મે એ ગ્લોબલી લોન્ચ કર્યું છે.
  • તેની મદદથી ફેસબુકની જુદી જુદી એપ્સનાં માધ્યમથી પણ યુઝર્સ અન્ય યુઝર્સ સાથે વીડિયો કોલિંગ કરી શકે છે.
  • તેમાં મેક્સિમમ 50 યુઝર્સ એક સાથે વીડિયો કોલિંગ કરી શકે છે.
  • ફેસબુકની માલિકીની તમામ એપ્સ પર તેને લોન્ચ કરવામાં આવશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp users will now be able to make video calling with a total of 50 members using the 'Messenger Rooms' feature.


from Divya Bhaskar https://ift.tt/2WBNRG7

No comments:

Post a Comment