ફાઈનલી એપલનાં ‘આઈફોન SE (2020)’નાં ભારતમાં વેચાણની તારીખ જાહેર થઈ છે. ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. તે મુજબ ‘આઈફોન SE (2020)’નું વેચાણ ફ્લિપકાર્ટ પર 20મે એ શરૂ થશે. ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવા પર HDFC બેંકના ગ્રાહકોને 3600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ જોકે આ ડિસ્કાઉન્ટ બેઝિક વેરિઅન્ટ માટે જ છે કે તમામ વેરિઅન્ટ માટે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઓફર
આઈફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 42,500 રૂપિયા છે પરંતુ HDFC બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડ યુઝર તેની ખરીદી 38,900 રૂપિયામાં કરી શકશે. ગ્રાહકો સરળ EMIથી પણ ફોનની ખરીદી કરી શકશે.
ભારતમાં કિંમત અને વેરિઅન્ટ
64GB: 42,500 રૂપિયા
125GB: 47,800 રૂપિયા
256GB: 58,300 રૂપિયા
‘આઈફોન SE (2020)’નાં બેઝિક ફીચર્સ
- ‘આઈફોન SE (2020)’માં પોટ્રેટ મોડ, HDR અને 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ મળશે.
- સિક્યોરિટી માટે આઈફોનમાં ટચ આઈડી ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- આઈફોન વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આઈફોનની બેટરી 18વૉટના અડેપ્ટર સાથે 30 મિનિટમાં 50% ચાર્જ થાય છે.
- તેને IP67 રેટિંગ મળ્યું છે અર્થાત આઈફોન 30 મિનિટ સુધી 1 મીટર ઊંડાઈ સુધી સ્પ્લેશ, વોટર અને ડસ્ટ રઝિસ્ટન્સ છે.
- કનેક્ટિવિટી માટે આ આઈફોનમાં LTE, Siri7, બ્લુટૂથ 5.0, NFC, GPS/GNSS, Wi-Fi 6 અને USB પોર્ટ મળશે,
- આઈફોન ડ્યુઅલ નેનો/ઈ-સિમ સપોર્ટ કરે છે.
‘આઈફોન SE (2020)’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લે સાઈઝ |
4.7 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
રેટિના HD (1344X750) |
|
OS |
iOS 13 |
|
પ્રોસેસર |
A13 બાયોનિક |
|
રિઅર કેમેરા |
12MP |
|
ફ્રન્ટ કેમેરા |
7MP |
|
સ્ટોરેજ |
64GB/128GB/256GB |
|
વજન |
148 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3buNam7
No comments:
Post a Comment