Thursday, 14 May 2020

ભારતીય મેસેજિંગ સર્વિસ કંપની ‘ગપશપ’એ 1 લાખ ડોલરની ચેલેન્જ જીતી, ફીચર ફોન માટે પેમેન્ટ ગેટ વે તૈયાર કરશે

સ્માર્ટફોનમાં પેમેન્ટ ગેટ વે સર્વિસ સરળતાથી મળી રહે છે પરંતુ ફીચર ફોન યુઝર્સ માટે તે અત્યાર સુધી અસંભવ માનવામાં આવતું હતું. આ અસંભવને સંભવ બનાવવા માટે ભારતીય મેસેજિંગ સર્વિસ કંપની ‘ગપશપ’ પેમેન્ટ ગેટ વે સર્વિસ ડેવલપ કરશે. તેના માટે કંપનીએ 1 લાખ ડોલરની ચેલેન્જ સ્વીકારી તેને જીતી લીધી છે.

આ સર્વિસથી દેશના 50 કરોડ ફીચર્સ ફોન યુઝર્સને લાભ મળશે અને ડિજિટલ સર્વિસને વેગ મળશે. કંપની એપ્લિકેશન પ્રોગ્રામ ઈન્ટરફેસ અને ઈન્ક્રિપ્ટેડ SMSનો ઉપયોગ કરી ફીચર ફોન માટે પેમેન્ટ ગેટ વે સર્વિસ લોન્ચ કરશે.

ચેલેન્જમાં બેંક, ટેલિકોમ અને સ્ટાર્ટઅપ કંપનીઓ અરજી કરી હતી

  • નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર ઈનોવેશન ઈન્ક્યુબેશન એન્ડ આન્ત્રપિન્યોરશિપને ઘણી બેંક, ટેલિકોમ કંપની અને સ્ટાર્ટઅપ દ્વારા અરજીઓ મળી હતી, પરંતુ ભારતીય મેસેજિંગ સર્વિસ કંપની ‘ગપશપ’એ બાજી મારી છે. ‘ગપશપ’ ભારત સહિત અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ પોતાનો વ્યાપાર ધરાવે છે.
  • ચેલેન્જ જીતનારને NPCIથી ભારતમાં પાયલટ પ્રોજેક્ટ સપોર્ટ મળશે. આ સિવાય CIIE.CO તરફથી સમર્થન મળશે.
  • નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર એક વાર ફીચર ફોનને જો પેમેન્ટ ગેટ વે સર્વિસ મળી જશે, તો ડિજિટલ પેમેન્ટ માટે ગ્રાહકોનો વ્યવહાર જ બદલાઈ જશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indian messaging service 'Gupshup' wins 1 lakh dollar in challenge to prepares payment gateway for feature phones


from Divya Bhaskar https://ift.tt/2zAephR

No comments:

Post a Comment