Tuesday, 19 May 2020

‘હુવાવે Y9s’ સ્માર્ટફોનનું વેચાણ આજથી શરૂ થયું, બેઝિક વેરિઅન્ટની કિંમત ₹ 19,990

ચાઈનીઝ ટેક કંપની હુવાવેએ ગત મંગળવારે ભારતમાં લોન્ચ કર્યો હતો. સોમવારથી ફોનનું વેચાણ એમેઝોન પરથી શરૂ થયું છે. ફોનનાં સિંગલ 6 GB + 128 GB વેરિઅન્ટની કિંમત 19,990 રૂપિયા છે. એમેઝોન પરથી તેની ખરીદી એમેઝોન પે ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે. ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. 16 MPનો પોપ અપ સેલ્ફી કેમેરા અને સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ કેમેરા મળશે. ફોનનાં બ્રિથિંગ ક્રિસ્ટલ, ફેન્ટમ પર્પલ અને મિડનાઈટ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

ઓફર

પ્રિઓર્ડર કરાવેલાં ગ્રાહકોને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન પે ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે.

‘નો કોસ્ટ EMI’થી પણ ગ્રાહકો ફોનની ખરીદી કરી શકશે.

‘હુવાવે Y9s’નાં ફીચર્સ

  • ફોનના કેમેરામાં સુપર નાઈટ મોડ આપવામાં આવ્યો છે.
  • ફોનનો પોપઅપ સેલ્ફી કેમેરા સેલ્ફી લેતા સમયે ઓટોમેટિક અપ થાય છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં LTE, વાઈફાઈ 802.11b/g/n, બ્લુટૂથ 4.2, GPS , AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક મળશે.

‘હુવાવે Y9s’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.59 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ LCD 2,340 x 1,080 રિઝોલ્યુશન

OS

EMUI 9.1 વિથ એન્ડ્રોઈડ 9

પ્રોસેસર

ઓક્ટાકોર કિરિન 710F

રિઅર કેમેરા

પોપ અપ 16 MP

ફ્રન્ટ કેમેરા

48MP + 8MP + 2MP

રેમ

6 GB

સ્ટોરેજ

128 GB

બેટરી

4,000 mAh

વજન

206 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Huawei Y9s smartphone goes on sale today, with the basic variant priced at 19,990.


from Divya Bhaskar https://ift.tt/2ZfWIil

No comments:

Post a Comment