Monday, 18 May 2020

શાઓમીનો ‘રેડમી 10X’ સ્માર્ટફોન ચીનમાં 26મે એ લોન્ચ થશે, લેટેસ્ટ મીડિયાટેક ‘ઓક્ટાકોર ડાયમેન્સિટી 820 5G’ પ્રોસેસર મળશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીનો ‘રેડમી 10X’ 5G સ્માર્ટફોન ચીનમાં 26મે એ લોન્ચ થશે. કંપનીના જનરલ મેનેજરે ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર પોસ્ટ કરી આ વાત કન્ફર્મ કરી છે. આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં મીડિયાટેકનું લેટેસ્ટ પ્રોસેસર ‘ઓક્ટાકોર ડાયમેન્સિટી 820 5G’ મળશે. ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ અને 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે.

આ ફોનમાં સ્કેવર 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેનાં બ્લૂ, વ્હાઈટ, વાયલેટ અને ગોલ્ડ કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ટેક ટિપ્સ્ટર ઈશાન અગ્રવાલે ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.

‘રેડમી 10X’નાં બેઝિક સ્પેસિફિકેશન

  • આ ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ‘ઓક્ટાકોર ડાયમેન્સિટી 820 5G’ પ્રોસેસર મળશે.
  • કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનનાં 4GB + 128GB અને 6GB + 128GB વેરિઅન્ટ લોન્ચ થશે.
  • ફોનમાં 48MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 13MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ ધરાવતી 5020mAhની બેટરી મળી શકે છે.
  • ફોનની કિંમત CNY 1,499 (આશરે 16,000) રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
  • જોકે ભારતમાં આ ફોન ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ થશે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's 'Redmi 10X' smartphone to launch in China on May 26, will get latest MediaTek 'Octacore Dimension 820 5G' processor


from Divya Bhaskar https://ift.tt/2LEsNIH

No comments:

Post a Comment