Thursday, 11 June 2020

ફાઈનલી એન્ડ્રોઈડ 11 બીટા લોન્ચ થયું, કન્ટ્રોલ અને પ્રાઈવસી ફીચર્સ મળશે

ટેક જાયન્ટ ગૂગલે ફાઈનલી એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. પ્રથમ બીટા વર્ઝનમાં પીપલ, કન્ટ્રોલ અને પ્રાઈવસી કેટેગરીમાં જુદાં જુદાં ફીચર્સ ઉમેરાયા છે. એન્ડ્રઈડ 11નાં પ્રથમ બીટા વર્ઝનમાં 11 અઠવાડિયાં સુધી અલગ અલગ ફીચરનું ટેસ્ટિંગ થશે. અગાઉ 3 જૂને તે લોન્ચ થવાનું હતું. આ અગાઉ કંપની 3 ડેવલપર પ્રિવ્યૂ લોન્ચ કરી ચૂકી છે. હવે પ્રોટોકોલ પ્રમાણે તેનું પ્રથમ બીટા વર્ઝન લોન્ચ થયું છે.

પીપલ
એન્ડ્રોઈડ 11 બીટામાં નોટિફિકેશન શેડમાં કન્વર્ઝેશનનો ઓપ્શન મળશે. તેની મદદથી યુઝર જે તે ચેટ થ્રેડ માટે રિમાઈન્ડર અને હોમસ્ક્રીન શોર્ટકર્ટ ક્રિએટ કરી શકશે. આ સિવાય બબલ ફીચર પણ ઉમેરાયું છે. તેની મદદથી યુઝરને વન ટેપમાં ફુલ કન્વર્ઝેનનો એક્સેસ મળશે.

કન્ટ્રોલ
આ કેટેગરીનાં ફીચર્સમાંસ્માર્ટ હોમ ડિવાઈસમાં વધારે સરળ કન્ટ્રોલ ફીચર્સ મળશે. માત્ર ટેપિંગથી લાઈટ્સ ઓન/ઓફ, AC ઓન/ઓફ, ટેબલ લેમ્પ ઓન/ઓફ, વેક્યુમ ક્લીનર સ્ટેન્ડ બાય કરી શકાશે. આ સિવાય સ્માર્ટ ટીવીનું મીડિયા કન્ટ્રોલ પણ મળશે.

પ્રાઈવસી
તેમાં એપના ડિવાઈસ માઈક્રોફોન, કેમેરા અને લોકેશન એક્સેસની પરમિશન સેટ કરી શકાશે.

એન્ડ્રોઈડ 11 અવેલેબલિટી
એન્ડ્રોઈડ 11નું પ્રથમ બીટા વર્ઝન હાલ ગૂગલના પિક્સ ડિવાઈસ પર જ સપોર્ટ કરે છે. ગૂગલ પિક્સલ 4 / 4XL, પિક્સલ 3a / 3a XL, પિક્સલ 3 / 3 XL અને પિક્સલ 2 / 2 XLનાં યુઝર્સ તેનો લાભ લઈ શકશે. યુઝર ગૂગલની વેબસાઈટ પરથી તેને ડાઉનલોડ કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Finally Android 11 beta launched, get control and privacy features


from Divya Bhaskar https://ift.tt/2Aq6nsz

No comments:

Post a Comment