શાઓમીએ ભારતમાં ‘Mi નોટબુક14’ અને ‘Mi Notebook 14 હોરિઝોન એડિશન’નાં લેપટોપ લોન્ચ કર્યાં છે. ‘Mi નોટબુક14’નાં 3 વેરિઅન્ટ અને ‘Mi Notebook 14 હોરિઝોન એડિશન’નાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. આ તમામ વેરિઅન્ટમાં 10th જનરેશન ઈન્ટેલ કોર પ્રોસેસર અને 14 ઈંચની ડિસ્પ્લે મળશે. ‘Mi નોટબુક14’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા છે અને ‘Mi Notebook 14 હોરિઝોન એડિશન’નાં બેઝિક વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે.
કિંમત, ઓફર અને અવેલેબલિટી
- ‘Mi નોટબુક14’નાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતાં વેરિઅન્ટની કિંમત 41,999 રૂપિયા છે. 8GBરેમ અને 512GB સ્ટોરેજ ધરાવતાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે તેમાં UHD ગ્રાફિક્સ કાર્ડ ધરાવતા મોડેલની કિંમત 44,999 રૂપિયા અને NVIDIA ગ્રાફિક્સ કાર્ડ ધરાવતા મોડેલની કિંમત 47,999 રૂપિયા છે.
- ‘Mi Notebook 14 હોરિઝોન એડિશન’નાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેમાં ઈન્ટેલ i5 વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા અને ઈન્ટેલ i7 વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે.
- તમામ લેપટોપનું વેચાણ 17 જૂની કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને એમેઝોન પર શરૂ થશે.
- HDFCના ગ્રાહકોને લેપટોપની ખરીદી પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
‘Mi નોટબુક14’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ લેપટોપમાં 14 ઈંચની ફુલ HD 1920x1080 પિક્સલ ધરાવતી ડિસ્પ્લે મળશે.
- તેમાં 10th જનરેશન ઈન્ટેલ કોર i5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેનાં 3 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તમામમાં 8GBની રેમ અને Mi વેબકેમ HD મળશે.
- તેનું વજન 1.5 કિલોગ્રામનું છે.
- તેની 46Whની બેટરી સિંગલ ચાર્જમાં 10 કલાકનું બેકઅપ આપે છે. લેપટોપમાં 81.2% સ્ક્રીન ટુ બોડી રેશિયો મળશે.
- કનેક્ટિવિટી માટે તેમાં 2 USB ટાઈપ A પોર્ટ, 1 USB 2.0, 3.5mmનો ઓડિયો જેક, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ V5.0 મળશે.
‘Mi Notebook 14 હોરિઝોન એડિશન’નાં બેઝિક ફીચર અને સ્પેસિફિકેશન
- તેમાં 14 ઈંચની ફુલ HD 1920x1080 પિક્સલની એન્ટિ ગ્લેર IPS ડિસ્પ્લે મળશે.
- લેપટોપની ડિસ્પ્લેમાં 91% સ્ક્રીન ટુ બોડી રેશિયો, 60Hzનો રિફ્રેશ રેટ અને 178 ડિગ્રી વ્યૂ એંગલ મળશે.
- તેમાં 10th જનરેશન ઈન્ટેલ કોર i5 અને 10th જનરેશન ઈન્ટેલ કોર i7 પ્રોસેસરનો ઓપ્શન મળશે.
- તેમાં 8GBની રેમ અને 512GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
- કનેક્ટિવિટી માટે તેમાં કનેક્ટિવિટી માટે તેમાં 2 USB ટાઈપ A પોર્ટ, 1 USB 2.0, 3.5mmનો ઓડિયો જેક, 1 HDMI પોર્ટ, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ V5.0 મળશે.
- બંને વેરિઅન્ટનાં લેપટોપનું વજન 1.35 કિલોગ્રામ છે.
- તેની 46Whની બેટરી સિંગલ ચાર્જમાં 10 કલાકનું બેકઅપ આપે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3feumtw
No comments:
Post a Comment