માઈક્રો બ્લોગિંગ સાઈટ હવે રીટ્વીટ્સ પર લિમિટેશન લાદવાની તૈયારી કરી રહી છે. કંપની નવાં પ્રોમ્પ્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. આ નવું ફીચર યુઝરને કોઈ પણ લિંક રીટ્વીટ કરતા પહેલાં તેને સંપૂર્ણ વાચી છે કે કેમ તે પ્રશ્ન પૂછશે. ટ્વિટર સપોર્ટ પેજે ટ્વીટ કરી તેની માહિતી શેર કરી છે.
Sharing an article can spark conversation, so you may want to read it before you Tweet it.
— Twitter Support (@TwitterSupport) June 10, 2020
To help promote informed discussion, we're testing a new prompt on Android –– when you Retweet an article that you haven't opened on Twitter, we may ask if you'd like to open it first.
ટ્વીટ અનુસાર યુઝર કોઈ પણ આર્ટિકલ શેર કરતાં પહેલાં તેને એક વાર વાંચીને શેર કરે તે આવશ્યક છે. હાલ તેનું ટેસ્ટિંગ માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ પર કરવામાં આવી રહ્યું છે. આ ફીચર ટ્વિટરમાં શેર કરવામાં આવતી લિંક જો યુઝરે ઓપન કરીને વાંચી નહીં હોય તો તેને ઓપન કરી પહેલાં વાંચવા માટે કહેવામાં આવશે.
યુઝરનો અન્ય કોઈ ડેટા ટ્રેક નહીં થાય
ટ્વિટર સપોર્ટ પેજે યુઝરે પૂછેલાં પ્રશ્નોના જવાબ આપતા કહ્યું હતું કે, યુઝરના અન્ય કોઈ ડેટાને ટ્રેક કરવામાં નહીં આવે માત્ર જે તે ન્યૂઝ આર્ટિકલની લિંક યુઝરે ટ્વિટર પર ઓપન કરી છે કે કેમ તે જ ટ્રેક કરવામાં આવશે. જોકે તેમાં કોઈ રોક ટોક વગર રીટ્વિટ કરવાનો ઓપ્શન તો મળશે જ. જોકે આ લિમિટ માત્ર ન્યૂઝલિંક્સ માટે જ નક્કી કરવામાં આવી છે. ફેક ન્યૂઝના ફેલાવા પર રોક લગાવી શકાય તે માટે કંપનીએ આ નવાં ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે. જોકે તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ મૌન સાધ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cPljxx
No comments:
Post a Comment