ચાઈનીઝ ટેક કંપની વન પ્લસ લોકડાઉન પિરિયડમાં એક્ટિવ જોવા મળી રહી છે. ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ ‘વન પ્લસ 8’ લોન્ચ કર્યા બાદ હવે 2 જૂલાઈ સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીના CEO અને ટ્વિટર પર કંપનીના ઓફિશિલ ટ્વીટથી આ વાત કન્ફર્મ થઈ છે.
The Smarter Viewing Experience is on its way!
— OnePlus India (@OnePlus_IN) June 8, 2020
Get Notified - https://t.co/UiyKu2a8CU#SmarterTV pic.twitter.com/iJlTlY0EEg
ગત વર્ષે કંપનીએ વન પ્લ ટીવી Q1અને વન પ્લ ટીવી Q1 પ્રો સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા હતા. જોકે તેની કિંમત પ્રિમિયમ રેન્જમાં હતી હવે કંપની મિડલ રેન્જ સ્માર્ટ ટીવી લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં પ્રિમિયમ ફીચર મળશે. 6 જૂલાઈનાં લોન્ચિંગ ઈવેન્ટમાં 2 ટીવી મોડેલ લોન્ચ થઈ શકે છે. તેની કિંમત 20,000 રૂપિયાથી 40,000 રૂપિયા હોઈ શકે છે.
મિડલ રેન્જ સ્માર્ટ ટીવીની પસંદગી
ટેક રિસર્ચ ફર્મ ઉન્ટપોઈન્ટના આ વર્ષના માર્ચ મહિના સુધીના રિપોર્ટ અનુસાર, ભારતમાં સ્માર્ટ ટીવી માર્કેટમાં 20,000ની અંદર કિંમત ધરાવતા ટીવીનો માર્કેટ શેર 45% છે જ્યારે મિડલ રેન્જ (40,000 રૂપિયા સુધીની કિંમત)ના સ્માર્ટ ટીવીનો માર્કેટ શેર 33% છે. તેને જોતા કંપની અગાઉ પ્રિમિયમ રેન્જના ટીવી લોન્ચ કર્યા બાદ હવે મિડલ રેન્જના ટીવી લોન્ચ કરશે.
જોકે, આ ટીવીનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે કોઈ ખુલાસો થયો નથી. આ ટીવી એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી જ હશે. તેમાં ક્રોમકાસ્ટ, વોઈસ અસિસ્ટન્ટ, OTT પ્લેટફોર્મ સપોર્ટ સહિતનાં બેઝિક ફીચર્સ મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30gjqaJ
No comments:
Post a Comment