Sunday, 7 June 2020

એપલને ‘સિન્થેટિક ગ્રૂપ સેલ્ફી’ ક્રિએટ કરતાં સોફ્ટવેરની મંજૂરી મળી, યુઝર્સ ફિઝિકલ ગેરહાજરીમાં પણ સેલ્ફી લઈ શકશે

કોરોનાવાઈરસ વૈશ્વિક મહામારીથી બચવા હાલ માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક ઉપાય છે. ગ્રૂપ સેલ્ફીમાં તો તે શક્ય જ નથી. આ વાતને શક્ય બનાવવા માટે ટેક જાયન્ટ એપલ એક સોફ્ટવેર લાવવા જઈ રહી છે. ટેક વેબસાઈટ ધ વર્જના રિપોર્ટ અનુસાર, એપલને ‘સિન્થેટિક ગ્રૂપ સેલ્ફી’ ક્રિએટ કરતાં સોફ્ટવેરની પેટન્ટ માટે મંજૂરી મળી છે. આ સોફ્ટવેરથી યુઝર્સ સાથે ન હોવા છતાં સેલ્ફી લઈ શકશે.

2 જૂને પેટન્ટને મંજૂરી મળી
રિપોર્ટ અનુસાર એપલે વર્ષ 2018માં જ તેની પેટન્ટ ફાઈલ કરાવી હતી અને હવે જ્યારે તેની ખરા અર્થમાં જરૂર છે ત્યારે તેને મંજૂરી મળી છે. એપલના આ સોફ્ટવેરને 2 જૂને મંજૂરી મળી છે. જોકે આ સોફ્ટવેર આઈપેડ, આઈફોન કે બંને માટે લોન્ચ કરવામાં આવશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.

આ સોફ્ટવેરની મદદથી યુઝર ઈન્ટરનેટનાં માધ્યમથી અન્ય યુઝર્સને સેલ્ફી માટે ઈન્વાઈટ કરી શકશે. અન્ય યુઝર્સ ઈન્વાઈટમ એક્સેપ્ટ કરતાં જ ભલે તેઓ જુદી જુદી જગ્યાએ હશે તો પણ એક જ ફ્રેમમાં સેલ્ફી લઈ શકશે. પેટર્ન મુજબ તેમાં 3થી વધારે યુઝર્સ એકસાથે સેલ્ફી લઈ શકશે. સેલ્ફીમાં સ્ટિલ ફોટો, સ્ટોર્ડ વીડિયો ઈમેજ અને લાઈવ સ્ટ્રિમિંગ ઓપ્શન મળશે.

જોકે, ‘સિન્થેટિક ગ્રૂપ સેલ્ફી’ સાથેના સોફ્ટવેરને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. હાલ કોરોનાવાઈરસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ આવશ્યક હોવાથી જલ્દી આ સોફ્ટવેર ગ્લોબલી લોન્ચ થઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2AfXbqP

No comments:

Post a Comment