Wednesday, 10 June 2020

ભારતમાં શાઓમી કંપનીએ 549 રૂપિયાનું ‘Mi ઈલેક્ટ્રિક ટૂથબ્રશ T100’ લોન્ચ કર્યું, સિંગલ ચાર્જમાં 30 દિવસ ચાલશે

ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ભારતમાં પોતાનું બીજું ઈલેક્ટ્રિક ટૂથબ્રશ T100 લોન્ચ કર્યું છે. આ બ્રશની કિંમત 549 રૂપિયા છે. આની પહેલાં કંપનીએ 1299 રૂપિયાનું T300 ઈલેક્ટ્રિક ટૂથબ્રશ લોન્ચ કર્યું હતું. હાલ શાઓમીના ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ પર આ બ્રશ વેચાણ માટે ઉપલબ્ધ છે. ટૂથબ્રશ સિંગલ કલરમાં જ ઉપલબ્ધ છે.

હાલ ભારતના માર્કેટમાં ફેમસ બ્રાન્ડ ઓરલ બી અને કોલગેટના ઈલેક્ટ્રિક ટૂથબ્રશ હાજર છે, તેમની કિંમત પણ T100 બ્રશ જેટલી જ છે. ઓરલ બીના બેટરીવાળા ટૂથબ્રશની કિંત 359 રૂપિયા છે તેણે ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી શકાય છે. તો બીજી તરફ કોલગેટ 360 ચારકોલ બેટરી ઓપરેટેડ ટૂથબ્રશની કિંમત 599 રૂપિયા છે.

Mi ઈલેક્ટ્રિક ટૂથબ્રશ T100ના ફીચર્સ

  • Mi ઈલેક્ટ્રિક ટૂથબ્રશ T100માં કસ્ટમરને 30 દિવસની બેટરી લાઈફ મળે છે. કંપનીએ આ ટૂથબ્રશ પર અલ્ટ્રા-સોફ્ટ બ્રિસલ્સ અને લો-નોઈસ ડીઝાઇનનો દાવો કર્યો છે. નોર્મલ નાઈલોન બ્રશની સરખામણીએ આ બ્રશમાં બ્રિસલ્સ 93 ટકા પાતળા છે.
  • ટૂથબ્રશમાં ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ છે. તેમાં એક LED ઈન્ડીકેટર છે જે યુઝરને બેટરી અને ચાર્જીંગ વિશે જાણકારી આપે છે. આ ટૂથબ્રશનું વજન માત્ર 46 ગ્રામ છે. શાઓમીના ટૂથબ્રશને IPX7 રેટિંગ આપ્યું છે.
  • T100 ટૂથબ્રશમાં સાફ -સફાઈ માટે બે મોડ આપ્યા છે, સ્ટાન્ડર્ડ અને જેન્ટલ મોડ. કંપનીએ દાવો કર્યો છે કે આ ટૂથબ્રશ વધારે સારી રીતે કસ્ટમરના દાંતને સાફ કરે છે. તેમાં 30 સેકન્ડ પછી બ્રેક અને 2 મિનિટ પછી બંધ થઇ જાય તેવું ટાઈમરનું ઓટોમેટિક સેટિંગ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mi Electric Toothbrush T100 Price| Xiaomi launched Mi Electric toothbrush T100 priced at Rs 549, will last 30 days in single charge


from Divya Bhaskar https://ift.tt/2zi3QQG

No comments:

Post a Comment