Wednesday, 10 June 2020

ભારતમાં ટ્વિટરે ‘ફલીટ’ ફીચર લોન્ચ કર્યું, હવે ટ્વિટર યુઝર્સ પણ ઇન્સ્ટાગ્રામની જેમ સ્ટોરી અપલોડ કરી શકશે

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરના યુઝર્સ પણ હવે ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપની જેમ સ્ટોરીઝ અપલોડ કરી શકશે. ટ્વિટરે તેનું ન્યૂ ફીચર ‘ફલીટ (fleet)’ લોન્ચ કર્યું છે. કંપનીએ બ્રાઝિલમાં તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું જે હાલ યુઝર્સ માટે ગ્લોબલી લોન્ચ કરી દીધું છે.

કેવી રીતે કામ કરે છે આ ફીચર?

  • ‘fleet’ ફીચરમાં અન્ય સોશિયલ એપની જેમ 24 કલાક સુધી જ સ્ટોરીઝ જોઈ શકાશે.
  • સ્ટોરીઝમાં યુઝર 280 કેરેક્ટરની ટેક્સ્ટ લખી શકશે.
  • યુઝર ફોટો, GIFs અને વીડિયો પણ સ્ટોરીઝમાં અપલોડ કરી શકશે.
  • યુઝર પોતાની અન્ય લોકોની સ્ટોરીઝ હોમ બટનના ટોપ પર જોઈ શકશે. જોકે ટ્વીટ્સની જેમ લાઈક અને રીટ્વીટ્સ સ્ટોરીઝમાં નહીં કરી શકાય.
  • આ ફીચરમાં પણ યુઝર પ્રાઇવસી સેટ કરીને પબ્લિક તેની સ્ટોરીઝ જોઈ શકશે કે નહીં તે સેટ કરી શકે છે. ‘fleet’ મ્યુચ્યુઅલ ફોલોઅરની સ્ટોરીઝ પહેલાં શૉ થશે.
  • અન્ય યુઝર સ્ટોરીઝને ઈમોજીથી અથવા તો ડાયરેક્ટ મેસેજથી રિપ્લાય આપી શકશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Twitter launches Instagram Stories-like feature Fleets in India


from Divya Bhaskar https://ift.tt/2Yn1j01

No comments:

Post a Comment