Wednesday, 10 June 2020

60X ડિજિટલ ઝૂમવાળો ‘રિઅલમી X3 સુપરઝૂમ’ સ્માર્ટફોન ભારતમાં 26 જૂને લોન્ચ થઈ શકે છે

રિઅલમી Narzo સિરીઝ બાદ હવે કંપની ભારતમાં ‘રિઅલમી X3 સુપરઝૂમ’ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. 60X ડિજિટલ ઝૂમવાળો ‘રિઅલમી X3 સુપરઝૂમ’ ભારતમાં 26 જૂને લોન્ચ થઈ શકે છે. કેટલાક દિવસ અગાઉ ભારતના BIS સર્ટિફિકેળશન પેજ પર ફોન જોવા મળ્યો હતો. હવે ટેક વેબસાઈટ 91Mobilesના રિપોર્ટ મુજબ, આ ફોનનું લોન્ચિંગ ભારતમાં 26 જૂનેથશે.

કિંમત અને લોન્ચિંગ
આ ફોન યુરોપિયન માર્કેટમાં પહેલાં થી જ લોન્ચ થઈ ચૂક્યો છે. રિઅલમી ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર ફ્રાંસિસ વાંગના ટ્વીટ અનુસાર, ભારતના મોડેલમા અલગ પ્રોસેસર આપવામાં આવશે. યુરોપના મોડેલમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. યુરોપમાં 12GB +256GB વેરિઅન્ટની કિંમત EUR 499 આશરે 43,300 રૂપિયા છે. ભારતમાં ફોનનાં આર્કટિક વ્હાઈટ અને ગ્લેશિયર બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.

‘રિઅલમી X3 સુપરઝૂમ’નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • યુરોપમાં લોન્ત થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં
  • 6.6 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે, તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ હશે.
  • ફોનમાં 64MP +8MP +8MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાંથી 8MPનો લેન્સ 5X ઓપ્ટિકલ ઝૂમ અને 60X ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
  • એસ્ટ્રોફોટોગ્રાફી માટે તેમાં starry મોડ મળશે.
  • ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4200mAh બેટરી મળશે.
  • ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • કનેક્ટિવિટી ફોનમાં બ્લુટૂથ 5.0, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ અને USB ટાઈપ સી પોર્ટ મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Realme X3 Superzoom' smartphone with 60X digital zoom may launch in India on June 26


from Divya Bhaskar https://ift.tt/37hvzh9

No comments:

Post a Comment