શાઓમી કંપની તેનાં રેડમી 9 સિરીઝના સ્માર્ટફોનના આગામી ફોન ‘રેડમી 9A’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં જ ફોનનાં લીક સામે આવી ચૂક્યા છે. આ વખતે ફોનનું સર્ટિફિકેશન સામે આવ્યું છે. તેમાં ફોનનાં નવાં સ્પેસિફિકેશન સામે આવ્યાં છે. તે મુજબ ફોનમાં શાઓમીની લેટેસ્ટ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ અને 4900mAhની બેટરી મળશે.
‘રેડમી 9A’નાં સ્પેસિફેકશન
- FCCનાં લિસ્ટિંગ મુજબ, ફોનમાં 4G કનેક્ટિવિટી, MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ અને 4900mAhની બેટરી મળશે.
- મીડિયા લીક્સ પ્રમાણે શાઓમીના આ અફોર્ડેબલ ફોનમાં 6.5 ઈંચની ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનમાં મીડિયાટેક હીલિયો A25 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.
- ફોનમાં 13MPના પ્રાઈમરી રિઅર કેમેરા સાથેનું 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
- ફોનનું 3GB + 32GB વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
- ફોનની કિંમત 10,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/37t9Rqi
No comments:
Post a Comment