Sunday, 14 June 2020

14 સ્પોર્ટ મોડ અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર કરતી રિઅલમી વોચનો સેલ 16 જૂને યોજાશે

રિઅલમીએ મે મહિનામાં તેની પ્રથમ સ્માર્ટવોચ લોન્ચ કરી હતી. લોન્ચિંગ બાદ વોચના 2 સેલ યોજાઈ ચૂક્યા છે. બંને સેલમાં ગણતરીની મિનિટમાં જ તમામ યુનિટ્સ વેચાઈ ગઈ હતા. 3,999 રૂપિયા કિંમતની આ સ્માર્ટવોટનો આગામી સેલ 16 જૂને યોજશે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકે છે. આ વોચની ખાસ વાત એ છે કે તે 14 સ્પોર્ટ મોડ સપોર્ટ અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર કરે છે. કંપનીએ ટ્વીટ કરી સેલની માહિતી આપી છે.

ઓફર અને કિંમત

આ વોચની કિંમત 3,999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદીમાં કોઈ ખાસ ઓફર મળશે નહીં. ફ્લિપકાર્ટ પરથી વોચની ખરીદી ફ્લિપકાર્ટ એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું કેશબેક મળશે. આ સિવાય એક્સિસ બેંકનાં બઝ ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે.આ સિવાય પ્રતિ માસ 334રૂપિયાથી શરી થતી ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા મળશે.

‘રિઅલમી વોચ’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • ‘રિઅલમી વોચ’માં 1.4 ઈંચની ટચ સ્ક્રીન કર્વ્ડ ડિસ્પ્લે મળશે. તે સ્ક્રેચ રઝિસ્ટન્સ છે. તેનું રિઝોલ્યુશન 320X320 પિક્સલ છે.
  • ડિસ્પ્લેમાં યુઝરને બાય ડિફોલ્ટ ટાઈમ/ડેટ, કેલરી બર્ન, હાર્ટ રેટ, વોક સ્ટેપ્સ અને વેધરની માહિતી મળશે.
  • આ વોચમાં ફૂટબોલ, વોક, રન, યોગા, ક્રિકેટ સહિનાં કુલ 14 સ્પોર્ટ મોડ મળશે.
  • હેલ્થ ફીચર તરીકે તેમાં રિઅલ ટાઈમ હાર્ટ રેટ મોનિટર અને બ્લડ ઓક્સીજન લેવલ મોનિટર મળશે.
  • ઓટોમેટિક કનેક્શન માટે તે રિઅલમી લિંક સપોર્ટ કરશે.
  • આ વોચ સેફ અનલોક અને કોલ રિજેક્શન ફીચર સપોર્ટ કરે છે.
  • તેમાં અલાર્મ, ઈન્કમિંગ કોલ અને એપ્સ નોટિફિકેશન મળશે. તે યુઝરને જગ્યા પરથી ઊભા થવા માટે અને પાણી પીવા માટે રિમાઈન્ડર આપશે.
  • વોચને IP68 રેટિંગ મળ્યું છે, અર્થાત તે વોટર અને ડસ્ટ રઝિસ્ટન્ટ છે.
  • તેમાં અન્ય સ્માર્ટવોચની જેમ મ્યૂઝિક કન્ટ્રોલ મળશે સાથે જ તેમાં કેમેરા કન્ટ્રોલ ફીચર મળશે. યુઝર સ્માર્ટવોચની મદદથી જ કનેક્ટેડ મોબાઈલ ફોનમાંથી ફોટો કેપ્ચર કરી શકશે.
  • વોચનું ડિસ્પ્લે બોક્સ બ્લેક કલરનું મળશે, તેની સ્ટ્રિપનાં રેડ, બ્લૂ અને ગ્રીન કલર ઓપ્શન મળશે.
  • કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ 5.0 મળશે.
  • સ્માર્ટવોચમાં 160mAhની બેટરી મળશે, જે હાર્ટ રેટ મોનિટરિંગ ફીચર સાથે 7 દિવસ અને ડિસેબલ કરના પર 9 દિવસનું બેકઅપ આપે છે. પાવર સેવિંગ મોડમાં તે સિંગલ ચાર્જ પર 20 દિવસ સુધી કાર્યરત રહે છે.
  • એન્ડ્રોઈડ 5 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર આ વોચ સપોર્ટ કરે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realm Watch, which monitors 14 sport modes and blood oxygen levels, will go on sale on June 16.


from Divya Bhaskar https://ift.tt/2Y03yHG

No comments:

Post a Comment