ગૂગલની એપ ગૂગલમેપ્સ ડ્રાઈવિંગ માટે ઘણી અગત્યની છે. હાલ ગૂગલ મેપ્સમાં માહિતી માટે યુઝર્સને એક મહિલાનો અવાજ સંભળાય છે. કંપની નેવિગેશન માટે ટૂંક સમયમાં બિગ બી અમિતાભ બચ્ચનનો અવાજ વાપરી શકે છે. હાલ ગૂગલ મેપ્સ નેવિગેશનમાં મૂળ ઓસ્ટ્રેલિયાની અને હાલ ન્યૂ યોર્કમાં રહેતી કેરન જેક્બ્સનના અવાજનો સંભળાય છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ગૂગલ મેપ્સ હવે નેવિગેશન માટે અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરી શકે છે અને આ મામલે હાલ અમિતાભ બચ્ચન સાથે વાતચીત પણ ચાલુ છે. કંપનીએ અમિતાભ બચ્ચન સામે આ પ્રસ્તાવ મૂકી દીધો છે. અમિતાભ બચ્ચન તેમની બોલવાની છટા અને અવાજને લઇને અનેક લોકોના દિલ જીતી લે છે. તેવામાં ગૂગલ મેપ્સ જો તેમનો અવાજ વાપરશે તો યુઝર્સ તરફથી સારો એવો રિસ્પોન્સ મળી શકે છે.
જો કે, હાલ અમિતાભ બચ્ચન કે ગૂગલે આ વાતની કોઈ ચોખવટ કરી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fe5fY1
No comments:
Post a Comment