વનપ્લસે પોતાનાઅપકમિંગ ટીવી મોડેલની પ્રારંભિક કિંમત ટ્રીક કરી. કંપનીએ ટ્વીટ દ્વારા અપકમિંગ વનપ્લસ ટીવી સિરીઝની કિંમત 1X,999થી શરૂ થશે અને ચાહકોને તેની કિમતનું અનુમાન કરવા માટે કહ્યું છે. કંપનીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે 2 જુલાઈના રોજ ભારતમાં બે નવી ટીવી સિરીઝ લોન્ચ કરશે. જો કે, પહેલાથી નક્કી હતું કે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવેલ વનપ્લસ ટીવી Q1 અને Q1 પ્રોની તુલનામાં નવું ટીવી સસ્તું હશે પરંતુ હવે અંદાજો લગાવી શકાય છે કે તેની વાસ્તવિક કિંમત કેટલી હોઈ શકે છે.
The price of the New OnePlus TV Series will be starting from ₹1X,999.
— OnePlus India (@OnePlus_IN) June 9, 2020
Can you guess the price🤔
Get notified: https://t.co/UiyKu2a8CU pic.twitter.com/3Z1AdXK6J2
ટ્વિટ દ્વારા કિંમતની હિંટ આપી
વનપ્લસ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી ટ્વીટના અનુસાર, ટીવીની નવી સિરીઝની કિંમત 1X,999થી શરૂ થશે. જેનો અર્થ થયો કે તેની કિંમત 10,999 રૂપિયાથી લઈને 19,999 રૂપિયા સુધી હોઈ શકે છે. વનપ્લસ દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં આગામી ટીવી સિરીઝ વિશે વધુ જાણકારી શેર કરવામાં નથી આવી, પરંતુ તાજેતરમાં જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ દ્વારા જાણી શકાય છે કે તેને મિડ રેન્જ અને એન્ટ્રી લેવલ સેગમેન્ટ માટે ઘણા સ્ક્રીન સાઈઝમાં લોન્ચ કરવામાં આવશે. રિયલમીએ તાજેતરમાં સસ્તું સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે, જેની કિંમત 12,999 રૂપિયા અને 21,999 રૂપિયા છે.
વનપ્લસે ટીવીના વેલ્યુ ફોર મની પર વધારે ભાર આપ્યો છે, જે દર્શાવે છે કે કંપની તેના સ્પેસિફિકેશન સાથે કોઈ સમાધાન કર્યા વગર બજેટને અનુકૂળ કિંમત પ્રદાન કરશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આગામી ટીવી સીરિઝ તેની 'બર્ડનલેસ ડિઝાઈન ફિલોસફી'ને જાળવી રાખશે અને એક પ્રીમિયમ અનુભવ પ્રદાન કરશે.
વનપ્લસ ટીવી Q1 સિરીઝની પ્રારંભિક કિંમત 69,990 રૂપિયા
વનપ્લસ ટીવી Q1 અને Q1 પ્રોને ભારતમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં 55 ઈંચ 4K-રિઝોલ્યુશન QLED પેનલની સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. વનપ્લસ ટીવી Q1ની કિંમત 69,990 રૂપિયા હતી જ્યારે વનપ્લસ ટીવી Q1 પ્રોની કિંમત 99,900 રૂપિયા હતી. Q1 પ્રોમાં 50 વોટ સાઉન્ડ આઉટપુટ માટે 8 સ્પીકર્સ આપવામાં આવ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XM6jwg
No comments:
Post a Comment