Saturday, 13 June 2020

TCL કંપનીએ અંડર ડિસ્પ્લે કેમેરા ધરાવતા સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી

સ્માર્ટફોન માર્કેટમાં ફુલ સ્ક્રીન ફોનની ડિમાન્ડ વધતી જાય છે. માર્કેટમાં નૉચ, પોપ અપ સેલ્ફી કેમેરાવાળા કેમેરા ઉપલબ્ધ છે, જે યુઝર્સને ફુલ સ્ક્રીનનો અનુભવ આપે છે. તેના વિકલ્પમાં હવે અંડર ડિસ્પ્લે અર્થાત મોબાઈલ ફોનનાં ડિસ્પ્લેની અંદર રહેલા કેમેરા ધરાવતા ફોનની ડિમાન્ડ ઊભી થઈ છે. તેને ધ્યાનમાં રાખીને ચાઈનીઝ ટેક કંપની TCLએ અંડર ડિસ્પ્લે કેમેરા ધરાવતા સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી છે. આ પેટન્ટ ગત વર્ષે ફાઈલ થઈ હતી જે હવે ટેક માર્કેટમાં ફરતી થઈ છે.

TCLના આ ફોનમાં કર્વ્ડ (વાંકી વળેલી) ડિસ્પ્લે મળશે. તેમાં4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ મળશે. તેમાં 5G કનેક્ટિવિટી મળી શકે છે.

ચાઈનીઝ ટેક કંપનીઓ શાઓમી અને ઓપો પણ અંડર ડિસ્પ્લે કેમેરા ધરાવતા સ્માર્ટફોનની પેટન્ટ ફાઈલ કરાવી ચૂકી છે. તેથી કહી શકાય કે પંચ હોલ કેમેરાના સ્થાને હવે માર્કેટમાં અંડર ડિસ્પ્લે કેમેરા ધરાવતા સ્માર્ટફોન જોવા મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સૌ. લેટ્લગોડિજિટલ


from Divya Bhaskar https://ift.tt/3dZVfBt

No comments:

Post a Comment