ચાઈનીઝ ટેક કંપની ઓપોએ ભારતમાં તેનો મિડલરેન્જ સ્માર્ટફોન ‘ઓપો A52’ લોન્ચ કર્યો છે. તેનાં 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 16,990 રૂપિયા છે. તેમાં 12MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળે છે.
કિંમત અને અવેલેબિલિટી
ફોનનું હાલ 6GB + 128GBનું સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 16,990 રૂપિયા છે. ફોનનું વેચાણ 17 જૂને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પર શરૂ થશે. ફોનનાં બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે.
‘ઓપો A52’નાં બેઝિક સ્પેસિફિકેશન
- ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે.
- લેટ્સ્ટ એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ વિથ ColourOS 7.1 અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળે છે.
- ફોનમાં 12MP + 8MP + 2MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળે છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે.
- સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટની સુવિધા મળશે.
- કનેક્ટિવિટી માટે તેમાં વાઈફાઈ, LTE, બ્લુટૂથ, 3.5mm ઓડિયો જેક અને USB પોર્ટ આપવામાં આવ્યો છે.
- ફોનમાં 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5000mAhની બેટરી મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fkqhUP
No comments:
Post a Comment