વીવોએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Vivo Y50 ભારતમાં લોન્ચ કર્યો છે. આને 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 17,990 રૂપિયા છે. ચાર રિઅર કેમેરાવાળા આ ફોનમાં 5,000mAhની બેટરી અને સ્નેપડ્રેગન 665 પ્રોસેસર મળશે. આ ફોનનું વેચાણ 10 જૂનથી શરૂ થશે. એપ્રિલમાં આ ફોનને કંબોડિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યાં તેની કિંમત 18700 રૂપિયા રાખવામાં આવી છે.
કિંમત અને અવેલેબિલિટી
- ભારતમાં વીવો Y50નું સિંગલ 8GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોન આઇરિસ બ્લુ અને પર્લ વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. ફોનનો સેલ 10 જૂનથી ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ પર શરૂ થશે.
- વીવો Y50 એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ, ટાટા ક્લીક અને વીવો ઇ-ઇન્ડિયા સ્ટોર્સ પરથી ખરીદી શકાશે. કંબોડિયામાં તેને આઈરિસ બ્લુ અને સ્ટેરી બ્લેક કલર્સમાં લગભગ 18,700 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
વીવો Y50નાં સ્પેસિફિકેશન્સ
- વીવો Y50માં 6.53 ઇંચની ફુલ-HD+ અને હોલ-પંચ કટ-આઉટ ડિસ્પ્લે આપવામાં છે. તે એન્ડ્રોઇડ બેઝ્ડ ફનટચ 10 OS પર કામ કરે છે. આ વીવો સ્માર્ટફોન ક્વોલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસરથી સજ્જ છે. તેમાં 8GB રેમ છે.
- વીવો Y50માં ફોટોગ્રાફી માટે ચાર રિઅર કેમેરા છે. તેમાં 13-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 120 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યુ સાથે 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરા, 2 મેગાપિક્સલનો પોટ્રેટ શૂટર અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ છે. ફ્રન્ટ સ્ક્રીનની ઉપર ડાબી બાજુએ એક હોલ-પંચ હશે. તેમાં 16 મેગાપિક્સલનો સેન્સર છે.
- વીવો Y50ની બેટરી 5,000mAhની છે, તેમાં 15 વોટનો ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. તેમાં ઇનબિલ્ટ સ્ટોરેજ 128GB છે.
- કનેક્ટિવિટી ફીચર્સમાં 4G LTE, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, GPS અને USB ટાઇપ-C પોર્ટ સામેલ છે. એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, જાયરોસ્કોપ, પ્રોક્સિમિટી સેન્સર અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ફોનમાં મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MJImPX
No comments:
Post a Comment