Tuesday, 9 June 2020

ટ્વિટર પર ટૂંક સમયમાં નવું ફીચર Blue Verified Tick ઉમેરાશે, યુઝર્સ તેનું અકાઉન્ટ જાતે જ વેરિફાય કરી શકશે

ટૂંક સમયમાં યુઝર્સને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કેટલીક પબ્લિક ફીગર પર બ્લુ કલરનું ચેકમાર્ક જોવા મળશે. ટ્વિટર 'રિક્વેસ્ટ વેરિફિકેશન' સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. આ એક પ્રકારની સેલ્ફ સર્વિસ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ છે. તેની મદદથી યુઝર્સ સેટિંગમાં જઇને બ્લુ ચેકમાર્ક માટે રિક્વેસ્ટ કરી શકશે. આ માટે યુઝર્સે સૌપ્રથમ સેટિંગમાં જવાનું રહેશે. ત્યારબાદ પોતાના અકાઉન્ટમાં પર્સનલ ઇન્ફોર્મેશન સેક્શનમાં જઇને રિક્વેસ્ટ મોકલવાની રહેશે.

આ ફીચરથી ટ્વીટરમાં ટ્રાન્સપરન્સી આવશે
Techcrunchના રિપોર્ટ અનુસાર, નવી વેરિફિકેશન સિસ્ટમમાં હવે પબ્લિક ડોક્યૂમેન્ટના ઉપયોગથી વેરિફાયની પરમિશન મળશે. તેનાથી ટ્વિટરમાં ટ્રાન્સપરન્સી આવશે. યુઝર્સના અકાઉન્ટ વેરિફિકેશનના કારણને જાણવામાં મદદ મળશે. જો કે, હજી એ કન્ફર્મ નથી કે આ ફીચરને સામાન્ય યુઝર્સ ઉપયોગ કરી શકશે કે નહીં. આ સાથે જ તેના ઉપયોગની ગાઇડલાઇન્સ શું હશે તે વિશે પણ હીજ કોઈ જાણકારી મળી નથી.

ટ્વિટરના પ્રોડક્ટ લીડે કન્ફર્મ કર્યું
રિક્વેસ્ટ વેરિફિકેશન સિસ્ટમ વિશે ટ્વિટરના રિવર્સ એન્જિનિયર Jane Manchun Wongએ તેમના અકાઉન્ટ પર સ્ક્રીનશોટ શેર કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ટ્વિટર 'બ્લુ વેરિફાઇડ ટિક' ફીચર પર કામ કરી રહ્યું છે. તેમની આ વાતને ટ્વિટરના પ્રોડક્ટ લીડ Kayvon Beykpourએ પણ કન્ફ્રમ કરી છે.
અગાઉ પણ ટ્વિટરે આ પ્રકારના ફીચરને પબ્લિક ફીગરના લોકોના અકાઉન્ટ ઓથેન્ટિકેશના હેતુથી લાગુ કર્યું હતું. જો કે, વર્ષ 2017માં નવા વેરિફિકેશનને સ્વીકારવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત, હાલમાં કંપની કોઈ નવા વેરિફિકેશન પણ એક્સેપ્ટ નહોતી કરી રહી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A new feature Blue Verified Tick will be added to Twitter soon, users will be able to verify their account manually


from Divya Bhaskar https://ift.tt/2MENSDm

No comments:

Post a Comment