ગેજેટ ડેસ્કઃ દિગ્ગ્જ ઇલેક્ટ્રોનિક્સ કંપની ફિલિપ્સે ભારતમાં તેના 2 વાયરલેસ ઈયરફોન લોન્ચ કર્યા છે. 'SHB2515' વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા અને 'SHB2505' વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા છે. બંને વેરિઅન્ટમાં કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0 ની સુવિધા આપવામાં આવી છે.
કંપનીએ બંને વેરિઅન્ટને ભારતમાં લોન્ચ કર્યા છે. જોકે તેનું વેચાણ ક્યારથી શરૂ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ઈયરફોનનાં બેઝિક સ્પેસિફિકેશન
- SHB2515 વેરિઅન્ટ સિંગલ ચાર્જમાં 95 કલાકનું બેકઅપ આપે છે જ્યારે SHB2505 વેરિઅન્ટ સિંગલ ચાર્જમાં 15 કલાકનું બેકઅપ આપે છે.
- ઈયરફોનનાં SHB2515 વેરિઅન્ટમાં ચાર્જિંગ કેસ પણ મળે છે, જે પાવરબેંકની જેમ કામ કરે છે. SHB2515 વેરિઅન્ટમાં 3350 mAhની બેટરી આપવામાં આવી છે. તેમાં 6mmની સ્પીકર ડ્રાઇવ છે. ઈયરફોનમાં પેસિવ નોઇઝ આઇસોલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઓછા અવાજમાં સારી સાઉન્ડ ક્વૉલિટી આપે છે.
- બંને વેરિઅન્ટમાં મલ્ટિ ફંક્શન બટન આપવામાં આવ્યું છે. આ બટનથી મ્યૂઝિક અને કોલ્સને કન્ટ્રોલ કરી શકાય છે.
- મલ્ટિ ફંક્શન બટનને ડબલ પ્રેસ કરવાથી વોઇસ અસિસ્ટન્ટ એક્ટિવ થાય છે.
- ઈયરફોનનાં બંને વેરિઅન્ટમાં સ્માર્ટ પેરિંગની સુવિધા આપવામાં આવી છે. તેનાથી ઈયરફોન ચાર્જિંગ કેસની બહાર નીકળતા જ નજીકનાં બ્લુટૂથ ડિવાઇસને શોધીને પેરિંગ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PUhu0G
No comments:
Post a Comment