સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે બ્લડ પ્રેશર મોનિટર કરતી એપની જાહેરાત કરી છે. એપને સાઉથ કોરિયાની મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા માન્યતા મળી છે. આ એપ પ્રાથમિત તબક્કામાં ‘ગેલેક્સી વોચ એક્ટિવ 2’ના યુઝર્સ માટે કાર્યરત રહેશે. જૂન મહિના બાદ તેને લોન્ચ કરવામાં આવશે. આ સિવાય સેમસંગની અપકમિંગ તમામ સ્માર્ટવોચ પર આ એપ સપોર્ટ કરશે.
બ્લડ પ્રેશર મેઝરિંગ કફની મદદથી એપ બ્લડ પ્રેશર મોનિટર કરશે
- આ એપ યુઝરના પલ્સ વેવની મદદથી બ્લ્ડ પ્રેશર મોનિટર કરશે.
- તેના માટે યુઝરે એપનું કોલાબરેશન બ્લડ પ્રેશર મેઝરિંગ કફથી કરવાનું રહેશે.
- સૌ પ્રથમ યુઝરે બ્લડ પ્રેશરના રીડિંગ એપમાં મેન્યુઅલી સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ એપનાં અલ્ગોરિધમ બ્લડ પ્રેશરનું રીડિંગ દર્શાવશે. યુઝરે પ્રથમ વાર 3 વખત કોલાબરેશન કરવાનું રહેશે.
- યુઝરે એક્ચ્યુઅલ બ્લડ પ્રેશર માચે દર 4 અઠવાડિયે કફ સાથે કોલાબરેશન કરવાનું રહશે. તેનાથી યુઝર સચોટ બ્લડ પ્રેશર મોનિટરિંગ મેળવી શકશે.
- બ્લડ પ્રેશર જોવા માટે યુઝરે સ્માર્ટવોચમાં મેઝર બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તે બ્લડ પ્રેશર દર્શાવશે.
- એપનાં માધ્યમથી યુઝર ડેઈલી, વીકલી અને મન્થલી બ્લડ પ્રેશર ડેટા જોઈ શકશે.
- આ સાથે જ એપ હાર્ટ રેટ મોનિટરિંગ પણ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eFCmV6
No comments:
Post a Comment