ફેસબુકે લોકડાઉનને ધ્યાનમાં રાખી તેના યુઝર્સને આકર્ષિત કરવા અને એન્ટરટેઈનમેન્ટ આપવા માટે સોમવારે ‘ફેસબુક ગેમિંગ’ એપ લોન્ચ કરી છે. હાલમાં આ એપ એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવી છે. iOS માટે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ એપથી યુઝર તેના ફેસબુક એપનાં ફ્રેન્ડ્સ સાથે ઓનલાઈન ગેમ્સ રમી શકે છે સાથે જ વિવિધ ગેમર્સના ઓનલાઈન વીડિયો જોઈ શકે છે. અત્યાર સુધી એપને પ્લે સ્ટોર પર 50 લાખ ડાઉનલોડ્સ મળી ચૂકયા છે. ગેમ્સ વિશે કંપનીએ ટ્વીટ કરીને માહિતી શેર કરી છે.
📣 Launch announcement 📣🧵
— Facebook Gaming #playaparttogether (@FacebookGaming) April 20, 2020
1/ We know you’ve waited patiently. Well folks the day has come: we're launching FarmVille in VR! j/k, sorry, kind mobs of Twitter, don’t @ us! We're actually launching the Facebook Gaming app on Google Play.
Download NOW 👉 https://t.co/6wzoSRD3Gj pic.twitter.com/5YzVxmklHm
યુઝર્સ પોકર, કાર્ડ સહિતની વિવિધ કેટેગરીની ગેમ્સપસંદ કરી શકશે
- એપમાં મેઈન 4 ટેબ આપવામાં આવ્યા છે. તેમાં ન્યૂઝફીડ, ગેમિંગ, લાઈવ સ્ટ્રિમ અને કમેન્ટ્સ સેક્શન આપવામાં આવ્યું છે.
- યુઝર તેનાં ગેમિંગનું સ્ટેટસ પોતોના ફેસબુક અકાઉન્ટ પર પોસ્ટ કરી શકે છે, સાથે જ તે અન્ય ફ્રેન્ડ્સને ગેમ માટે ચેલેન્જ પણ આપી શકે છે.
- યુઝર કોની સાથે કઈ ગેમ રમી રહ્યો છે તેનું લાઈવ સ્ટેટસ અપડેટ ફેસબુક વોલ પર પોસ્ટ કરી શકશે.
- એપમાં કાર્ડ્સ, મેચ, પોકર,પઝલ, રનર,સ્પોર્ટ્સ સહિતની અનેક કેટેગરી આપવામાં આવી છે.
- યુઝરે પોતાની મનપસંદ ગેમ ડાઉનલોડ કરવાની રહેશે. યુઝર તેના ફ્રેન્ડસના ગેમિંગના સ્કોર્સ પણ જોઈ શકે છે.
- લેટિન અમેરિકા અને સાઉથઈસ્ટ એશિયામાં છેલ્લાં 18 મહિનાથી આ એપનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું.
- અત્યાર સુધી ગેમિંગ ફેસબુક એપમાં જ ઓનલાઈન પ્લેટપફોર્મ પર કાર્યરત હતું, હવે તેની ઓફિશિયલ એપ લોન્ચ કરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2KmZvha
No comments:
Post a Comment