Monday, 20 April 2020

ઈ-કોમર્સ કંપનીઓને 20 એપ્રિલ બાદ પણ છૂટછાટ ન મળતા રિઅલમી ‘Narzo 10’ સ્માર્ટફોન સિરીઝનું લોન્ચિંગ પાછું ઠેલાયું

લોકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓને 20 એપ્રિલ બાદ કેટલીક છૂ઼ટછાટ મળશે તેવી સરકારની જાહેરાતને ધ્યાનમાં રાખી રિઅલમીએ ‘Narzo 10’ સિરીઝ 21 એપ્રિલે લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સરકારની નવી ગાઈડલાઈન મુજબ 20 એપ્રિલથી ઈ- કોમર્સ કંપની માત્ર જીવન જરૂરિયાતની જ વસ્તુઓનું વેચાણ કરી શકશે. નવી ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી કંપનીએ‘Narzo 10’ સ્માર્ટફોન સિરીઝનું લોન્ચિંગ ટાળ્યું છે. કંપનીએ ટ્વીટ કરી આ માહિતી શેર કરી છે.

26 માર્ચે લોન્ચ થવાની હતી સિરીઝ
રિઅલમી તેની Narzo 10’ સિરીઝ 26 માર્ચે લોન્ચ કરવાની હતી પરંતુ લોકડાઉનને લીધે તેનું લોન્ચિંગ ટાળીને 21 એપ્રિલે કરવામાં આવ્યું હતું. ફરી કંપનીએ લોન્ચિંગ ઈવેન્ટ રદ્દ કરી છે. જોકે આ સિરીઝ હવે ક્યારે લોન્ચ થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સિરીઝમાં ‘Narzo 10’ અને ‘Narzo 10A’ સ્માર્ટફોન લોન્ચ થશે.

‘Narzo 10’ સિરીઝનાં સ્પેસિફિકેશન

  • કંપનીના અગાઉનાં ટીઝર પેજ મુજબ ‘Narzo 10’ સિરીઝનાં સ્માર્ટફોનમાં 6.5 ઈંચની વોટરડ્રોપનોચ ડિસ્પલે મળશે. ફોનનો બોડી ટુ સ્ક્રીન રેશિયો 89.8% છે.
  • ‘Narzo 10’ સ્માર્ટફોનમાં AI ટ્રિપલ રિઅર કેમેરા અને ‘Narzo 10A’માં 48MPના પ્રાઈમરી કેમેરા સાથેનું AI 4 રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • બંને ફોનમાં 5000mAhની બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.
  • ફોનમાં ગેમિંગ માટે A ક્લાસ પ્રોસેર આપવામાં આવશે જોકે તે કયું પ્રોસેસર હશે તેની કંપનીએ કોઈ માહિતી આપી નથી.
  • આ સિરીઝનાં ગ્રીન અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
realme narzo series launch postpone due to e commerce company services compromised


from Divya Bhaskar https://ift.tt/3am1ZH5

No comments:

Post a Comment