સાઉથ કોરિયન ટેક કંપની LG તેની અપકમિંગ સ્માર્ટફોન ફ્લેગશિપ સિરીઝ ‘વેલવેટ’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. કંપનીએ યુટ્યુબ પર ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે. તે મુજબ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા અને સ્નેપડ્રેગન 765G પ્રોસેસર મળશે.
‘LG વેલવેટ’ને એક્ટ્રેક્ટિવ લુક અને પ્રિમિયમ ટચ મળશે
- ‘વેલલેટ’ની બેક પેનલમાં વર્ટિકલ પોઝિશનમાં LED ફ્લેશલાઈટ સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે.
- ફોનમાં સિંગલ ફ્રન્ટ કેમેરા મળશે.
- કંપની ‘LG વેલવેટ’ને એક્ટ્રેક્ટિવ લુક અને પ્રિમિયમ ટચ આપશે.
- આ સ્માર્ટફોનમાં ન્યૂ રેઈન ડ્રોપ કેમેરા મળશે. ‘વેલવેટ’માં બેક અને ફ્રન્ટ બંને સાઈડ સિમિટ્રેકિલ કર્વ્સ મળશે. કંપનીએ તેને ‘3D આર્ક ડિઝાઈન’ નામ આપ્યું છે.
- ફોનનાં રેડ, ગ્રીન, બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
- ફોનનાં ટોપ પર સિમ કાર્ડ સ્લોટ, 3.5mmનો ઓડિયો જેક અને બોટમમાં USB ટાઈપ-સી પોર્ટ મળશે.
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફોનમાં 64MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. 15 મેએ ફોનનું લોન્ચિંગ થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34MJiv6
No comments:
Post a Comment