Monday, 20 April 2020

વ્હોટ્સએપમાં હવે એકસાથે 8 લોકો ગ્રૂપ કોલ કરી શકશે, 'ઝૂમ'ને ટક્કર આપવા કંપનીએ કર્યો ફેરફાર

કોરોનાવાઈરસને લીધે લોકડાઉનમાં ગ્રૂપ વીડિયો કોલિંગ દિનચર્યાનો ભાગ બની ગયું છે. વર્ક ફ્રોમ હોમ કે અમસ્થા ફન માટે લોકો વીડિયો ગ્રૂપ કોલિંગને પસંદ કરી રહ્યા છે. ગત અઠવાડિયે જ વ્હોટ્સએપ વિવાદાસ્પદ વીડિયો કોલિંગ એપ ‘ઝૂમ’ને ટક્કર આપવા ગ્રૂપ કોલિંગ લિમિટ વધારશે તેવા સમાચાર સામે આવ્યા હતા. ફાઈનલી વ્હોટ્સએપે તેનાં બીટા યુઝર્સ માટે ગ્રૂપ કોલિંગ લિમિટ વધારી 8 મેમ્બર્સની કરી છે. એન્ડ્રોઈડ અને iOS બંને બીટા યુઝર્સને તેનો લાભ મળશે. વ્હોટ્સએપના સમાચારોને ટ્રેક કરતી વેબસાઈટ ‘WABetaInfo’એ ટ્વીટ કરીને માહિતી શૅર કરી છે.

8 મેમ્બર્સ ગ્રૂપ કોલિંગ કરી શકશે

બીટા યુઝર્સ માટે લોન્ચ કરાયેલાં નવાં ફીચરમાં ગ્રૂપના 8 મેમ્બર્સ વીડિયો/ કોલિંગ ગ્રૂપ કોલિંગ કરી શકે છે. જો ગ્રૂપમાં 8 કે તેથી ઓછાં સભ્યો હશે તો ઓટોમેટિક તમામ યુઝર્સને કોલિંગ કરી શકાશે. પરંતુ જો ગ્રૂપમાં 8થી વધારે સભ્યો હશે તો યુઝરે મેન્યુઅલી અન્ય 7 મેમ્બરને સિલેક્ટ કરવાના રહેશે.

યુઝરે બીટા વર્ઝન ઈન્સ્ટોલ કરવું પડશે

આ ફીચરનો લાભ લેવા માટે યુઝરે તેમના સ્માર્ટફોનમાં વ્હોટ્સએપનું બીટા વર્ઝન ઈન્સ્ટોલ કરવાનું રહેશે. એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી 2.20.132 અને iOS યુઝર્સે એપ સ્ટોર પરથી 2.20.50.25 બીટા અપડેટ ઈનસ્ટોલ કરવાની રહેશે. જોકે હાલ આ ફીચર કેટલાક બીટા યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર્સ ગ્રૂપના કોલિંગ આઈકોન પર ક્લિક કરી ઓડિયો/વીડિયો ગ્રૂપ કોલિંગ કરી શકે છે. આ અગાઉ વ્હોટ્સએપ ગ્રૂપ કોલિંગ 4 મેમ્બર્સ માટે જ સીમિત હતી.

‘કોલ હેડર’ ફીચર

એન્ડ્રોઈડના 2.20.129 બીટા યુઝર્સમાં ‘કોલ હેડર’ નામનું ફીચર લોન્ચ થયું છે. આ હેડરમાં કોલિંગ ‘એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ’નો મેસેજ લખેલો હોય છે. અર્થાત કોલિંગનો ડેટા વ્હોટ્સએપ અથવા અન્ય કોઈ સંસ્થા ડિકોડ કરી શકતી નથી.

વ્હોટ્સએપે થોડા દિવસો અગાઉ જ ફોરવર્ડેડ મેસેજ સેન્ડ કરવાની લિમિટ માત્ર 1 યુઝરની કરી છે. કોરોનાવાઈરસને લગતી અફવાઓ પર રોક લગાવવા માટે આ નિર્ણય લેવાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2VopdrN

No comments:

Post a Comment