ટેક જાયન્ટ એપલ આ વર્ષે 2 નવાં આઈપેડ લોન્ચ કરશે. એપલ એનાલિસ્ટ મિંગ શી ક્યૂના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. એપલ 10.8 ઈંચનું અફોર્ડેબલ આઈપેડ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ સાથે જ કંપની 8.5 ઈંચ અને 9 ઈંચનું મિનિઆઈપેડ પણ લોન્ચ કરશે. આ બંને મિનિ આઈપેડ વર્ષ 2021માં જૂન મહિના પહેલાં લોન્ચ થશે.
કંપની આ નવી અપકમિંગ પ્રોડક્ટનું વેચાણ અફોર્ડેબલ કિંમતમાં કરશે. જોકે તે કેટલી હશે તેનો રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ઓગ્મેન્ટેડ રિયાલિટી
આ રિપોર્ટ અનુસાર કંપની AR (ઓગ્મેન્ટેડ રિયાલિટી) પર પણ કામ કરી કહી છે. તે વર્ષ 2022માં લોન્ચ થઈ શકે છે. કંપની AR હેડસેટ અને AR ગ્લાસ પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે.
એપલ ગ્લોસિસ પણ તૈયાર થશે
હાલ કંપની તેની ડિસ્પ્લેનાં અપગ્રેડેશન પર કામ કરી રહી છે. એપલ આ વર્ષે ન્યૂ ગ્લોસિસ પણ લોન્ચ કરશે. ગ્લોસિસ એપલની ખાસ પ્રકાની ડિસ્પ્લે છે. મેકરુમર્સના રિપોર્ટ અનુસાર, ન્યૂ ગ્લોસિસમાં હાઈ રિઝોલ્યુશન મળશે. તેનાથી ફોનનું વજન ઓછું કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WBXO6r
No comments:
Post a Comment