ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ ભારતમાં તેનો 5G ફ્લેગશિપ સ્માર્ટફોન ‘Mi 10’ 8 મેના રોજ લોન્ચ કર્યો હતો. ભારતમાં આ ફોનનો સેલ આજથી શરુ થઈ ગયો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. ફોન 5G સપોર્ટ, 8K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ અને 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા ફોનનાં મેઈન ફીચર્સ છે. ગ્રાહકોને ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
Time to get your hands on the #Mi10.
— Mi India (@XiaomiIndia) May 18, 2020
Mi fans, the #108MP phone is now on sale on https://t.co/D3b3QtmvaT, @amazonIN, and Retail stores. Order yours.
Don't miss out on the cashback of up to ₹3,000 on @HDFC_Bank cards.
RT🔁 to spread the word. pic.twitter.com/d4ml0ZXAw0
કિંમત અને વેરિઅન્ટ
|
8GB રેમ +128GB સ્ટોરેજ |
₹49,999 |
| 12GB રેમ +256GB સ્ટોરેજ | ₹54,999 |
HDFC બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડથી ફોનની ખરીદી કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ‘નો કોસ્ટ EMI’ની સુવિધા 8,333 રૂપિયાથી શરુ થાય છે. ફોનમાં યુઝરને કોરલ ગ્રીન અને ટ્વિલાઈટ ગ્રે કલર વેરિઅન્ટ મળશે.
- Mi 10’નાં બેઝિક ફીચર્સ
- ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે.
- બેટર સાઉન્ટ ક્વોલિટી સ્ટીરિયો સ્પીકર પણ મળશે.
- સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- ફોનમાં લિક્વિડકૂલ 2.0 વેપર ચેમ્બર ટેક્નોલોજી મળશે, જે ફોનને ગરમ થતો અટકાવે છે.
- ફોનના કેમેરામાં 8K અને 4K વીડિયો સપોર્ટ, AI પોટ્રેટ અને મેકઅપ મોડ સહિતનાં અનેક ફીચર્સ મળે છે.
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 5G / 4G+ / 4G / 3G/ 2G, વાઈફાઈ 6, બ્લુટૂથ BT5.1, NFC, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયો જેક
- મળશે.
‘Mi 10’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.67 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ કર્વ્ડ AMOLED (1080 x 2340 પિક્સલ) |
| OS | એન્ડ્રોઇડ 10 વિથ MIUI 11 |
| પ્રોસેસર | ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 |
| રેમ | 8GB |
| સ્ટોરેજ | 128GB/256GB |
| રિઅર કેમેરા | 108MP (પ્રાઈમરી કેમેરા) + 13MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ)+2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 20MP |
| બેટરી | 4780mAh વિથ વાયર એન્ડ વાયર લેસ 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/367Smv2
No comments:
Post a Comment