Monday, 18 May 2020

ભારતમાં રિઅલમી ‘Narzo 10’ સ્માર્ટફોનનો સેલ શરુ, માત્ર 3 મિનિટમાં 70 હજાર યુનિટ વેચાયા

ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ભારતમાં તેનો અફોર્ડેબલ સ્માર્ટફોન ‘Narzo 10’ લોન્ચ કર્યો હતો. આજે એટલે કે 18 મેથી ફોનનું વેચાણ શરુ થઇ ગયું છે. ગ્રાહકો કંપનીની ઓફિશિયલ સાઈટ અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરી શકશે. જોકે લાકડાઉનને ધ્યાનમાં રાખી કંપની સિલેક્ટેડ પિનકોડ પર જ ડિલિવરી કરશે. આ ફોનનો સેલ ચાલુ થયો તેની ત્રણ મિનિટની અંદર જ 70 હજારથી વધારે યુનિટ વેચાયા છે. કંપનીએ આ માહિતી ટ્વીટ કરીને શેર કરી છે.

કિંમત અને ઓફર

‘Narzo 10’નું 4GB + 128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેની કિંમત 11,999 રૂપિયા છે.

કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ફોનની ખરીદી કરવા પર ફ્રી શિપિંગ અને કેશ ઓન ડિલિવરી મળશે સાથે જ મોબિક્વિક યુઝર્સને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડથી કરવા પર 5%નું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે 565 રૂપિયાની ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળશે.

‘Narzo 10’નાં બેઝિક ફીચર્સ

  • ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ વિથ મેમરી કાર્ડ મળશે.

  • સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા પણ મળશે.
  • કનેક્ટિવિટી માટે બંને ફોનમાં 4G LTE વાઈફાઈ 802.11 b/g/n, બ્લુટૂથ 5.0, GPS, AGPS, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.

‘Narzo 10’ સ્માર્ટફોનનાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપફુલ HD+ 1600x720
OS રિઅલમી UI બેઝ્ડ ઓન એન્ડ્રોઈડ 10
પ્રોસેસર મીડિયાટેક હીલિયો G80
રિઅર કેમેરા 48MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 16MP
રેમ 4GB
સ્ટોરેજ 128GB એક્સપાન્ડેબલ 256GB
બેટરી 5000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ
વજન 199 ગ્રામ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Realme 'Narzo 10' smartphone sells in India, 70,000 units sold in just 3 minutes


from Divya Bhaskar https://ift.tt/2LA7xE3

No comments:

Post a Comment