તાઈવાનની ટેક કંપની મીડિયાટેકે નવા ઓક્ટાકોર ડાયમેન્સિટી 820 5G પ્રોસેસરની જાહેરાત કરી છે. તેને ટૂંક સમયમાં સ્માર્ટફોન માટે લોન્ચ કરવામાં આવશે. કંપનીનું આ ફ્લેગશિપ પ્રોસેસર ડ્યુઅલ સિમ 5G સ્માર્ટફોન માટે ડેવલપ કરવામાં આવશે. તેમાં કરિયર એગ્રિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પ્રોસેસરમાં 5G VoNR (વોઈસ ઓવર ન્યૂ રેડિયો) ટેક્નોલોજી મળશે. તેમાં 2.6GHzની ક્લોક સપીડ ધરાવતું ફોર કોર્ટેક્સ A76 કોર્સ અને 2GHz ક્લોક સ્પીડ ધરાવતું ફોર કોર્ટેક્સ A55 કોર્સ મળશે. તેમાં માલિ G57 MC5 GPU (ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ) મળશે, જે મેક્સિમમ 2520x1080નું રિઝોલ્યુશન અને 120Hzનો મેક્સિમમ રિફ્રેશ રેટ ધરાવે છે.
80MP કેમેરા સપોર્ટ કરશે
આ પ્રોસેસર ફેશિયલ રેકેગ્નાઈઝેશન અને અન્ય ફંક્શન માટે મીડિયાટેક APU 3.0 AI પણ આપવામાં આવ્યું છે. આ પ્રોસેસર 4K HDR વીડિયો રેકોર્ડિંગ અને HDR10+ મીડિયા પ્લેબેક સપોર્ટ કરે છે. તે 80MP કેમેરા અને 120Hzની રિફ્રેશ રેટની ડિસ્પ્લે સપોર્ટ કરશે. તેમાં સુપર ગેમિંગ પફોર્મન્સ માટે હાઈપરટેન્શનએન્જિન 2.0 મળશે.
શાઓમી અને ઓપોના સ્માર્ટફોનમાં આ પ્રોસેસરનો ઉપયોગ થઈ શકે છે
આ પ્રોસેસર લુકમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 765 જેવું લાગે છે. જોકે કંપનીએ તેનાં લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપી નથી. શાઓમી, ઓપો અને મોટોરોલા સહિતના સ્માર્ટફોનમાં આ પ્રોસેસર જોવા મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Tisp6W
No comments:
Post a Comment