અમેરિકન મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલા પણ અન્ય ટેક કંપનીઓની જેમ લોકડાઉન પિરિયડમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહી છે. મોટોરોલાના 5G ફ્લેગશિપ સ્માર્ટફોન ‘મોટોરોલ એજ પ્લસ’ ભારતમાં 19મેએ લોન્ચ થશે. કંપનીએ ટ્વીટ કરીને તેની માહિતી આપી છે.
Ready for #AbsoluteEverything? Gear up for the all-new Motorola edge+ with the boldest and the most immersive edge to edge display. Launching on May 19, 2020. https://t.co/pOIRCpa5Z5 pic.twitter.com/F5tTRfEreB
— Motorola India (@motorolaindia) May 15, 2020
‘મોટોરોલ એજ પ્લસ’માં 108MPનો પ્રાઈમરિ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. અમેરિકામાં તેનાં સ્મોકી સાંગ્રીઆ અને થંડર ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
અમેરિકામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ અને કિંમત
‘મોટોરોલા એજ પ્લસ’નાં 12GB+ 256GB વેરિઅન્ટની કિંમત $999 (આશરે 75,800 રૂપયા) છે. અમેરિકામાં તેનું વેચાણ 14મેથી શરૂ થયું છે. જોકે ભારતમાં તેની કિંમત અને વેચાણ વિશે કંપનીએ કોઈ હિન્ટ આપી નથી.
‘મોટોરોલા એજ પ્લસ’નાં બેઝિક ફીચર્સ
-
ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
- સિરીઝમાં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, બ્લુટૂથ 5.0, Wi-Fi 802.11 a/b/g/n/ac, GPS, AGPS અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
- ‘મોટોરોલા એજ પ્લસ’માં NFC સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.
- ફોનમાં 90Hz રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પલે મળશે.
- ફોનમાં 10X ડિજિટલ ઝૂમ,નાઈટ મોડ, સ્લો મોશન (120fps) સહિતનાં કેમેરા ફીચર્સ મળશે.
અમેરિકામાં ‘મોટોરોલા એજપ્લસ’નાંબેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.7 ઈંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
ફુલ HD+ OLED HDR10+ (2340 x 1080) રિઝોલ્યુશન |
|
OS |
એન્ડ્રોઈડ 10 |
|
પ્રોસેસર |
ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 SoC |
|
રિઅર કેમેરા |
108MP + 16MP + 8MP |
|
ફ્રન્ટ કેમેરા |
25MP |
|
રેમ |
12GB |
|
સ્ટોરેજ |
256GB |
|
બેટરી |
5,000mAh વિથ 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ, 15 વૉટ વાયરલેસ ચાર્જિંગ |
|
વજન |
203 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ta6RJH
No comments:
Post a Comment