Saturday, 16 May 2020

ટૂંક સમયમાં ભારતમાં સેમસંગના ‘ધ ફ્રેમ’ ટીવી લોન્ચ થશે, ફ્લિપકાર્ટ પર ટીઝર પેજ રિલીઝ થયું

કોરિયન ટેક કંપની સેમસંગ નવા કોન્સેપ્ટ સાથે ભારતમાં ટીવી લોન્ચ કરવા જઈ રહી છે. તેનું નામ ‘ધ ફ્રેમ’ છે. આ ટીવીની ખાસિયત એ છે કે તેને એક વખત વોલ પર ઈન્સ્ટોલ્ડ કર્યા બાદ ટીવી બંધ જાય ત્યારે તે એક સુંદર ફ્રેમમાં પરિવર્તિત થઈ જશે. ઈ કોમર્સ સાઈટ ફ્લિકાર્ટ પર તેનું ટીઝર પેજ રિલીઝ કરવામાં આવ્યું છે. તે મુજબ ત્રણ અલગ અલગ સાઈઝના ટીવી લોન્ચ થશે.

કિંમત અને વેરિઅન્ટ

અમેરિકામાં પહેલાંથી જ આ ટીવી લોન્ચ થઈ ચૂક્યાં છે. તેનાં ટોપ વેરિઅન્ટમાં 75 ઈંચનું ટીવી સામેલ છે. ભારતમાં આ ટીવી આવતાં અઠવાડિયે લોન્ચ થઈ શકે છે. ભારતમાં 55 ઈંચ,65 ઈંચ અને 75 ઈંચના ટીવી મોડેલ લોન્ચથઈ શકે છે. અમેરિકામાં 55 ઈંચના ટીવીની કિંમત $1,499.99 (આશરે 1,13,900 રૂપિયા), 65 ઈંચની ટીવીની કિંમત $1,999.99 (આશરે 1,51,800 રૂપિયા) અને 75 ઈંચના ટીવીની કિંમત $2,999.99 (2,27,700 રૂપિયા) છે. જોકે કંપનીએ ભારતમાં લોન્ચ થનારા ‘ધ ફ્રેમ’ ટીવીની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

‘ધ ફ્રેમ’ ટીવીનાં સ્પેસિફેકેશન

  • આ ટીવી બંધ થવા પર આર્ટ મોડ ઓન થઈ ટીવીની ડિસ્પ્લેમાં આર્ટ જોવા મળે છે. તેથી દૂર થી તેને જોતા એવો આભાસ થાય છે કે વોલ પર ટીવી નહીં પરંતુ કોઈ ફ્રેમ લાગેલી છે.
  • યુઝર સેમસંગ આર્ટ સ્ટોર પરથી મનગમતા આર્ટવર્ક ડાઉનલોડ કરી શકે છે.
  • ટીવીમાં ક્વોન્ટમ ડોટ ટેક્નોલોજી મળશે.
  • ટીવી સાથે રિમોર્ટ પણ લોન્ચ થશે. તે ઓટોમેટિકલ ડિવાઈસ કન્ટ્રોલ કરી શકશે. તેમાં એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ ઓવર ધ ટોપ સર્વિસ માટે ડેડિકેટેડ બટન પણ મળશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's 'The Frame' TV to be launched in India soon, teaser page released on Flipkart


from Divya Bhaskar https://ift.tt/2Td4shh

No comments:

Post a Comment