Friday, 15 May 2020

વર્ષ 2020ના માર્ચ મહિના સુધીમાં ‘સેમસંગ ગેલેક્સી A51’ 60 લાખ યુનિટ્સના વેચાણ સાથે સૌથી વધારે વેચાનાર સ્માર્ટફોન બન્યો: સ્ટ્રેટેજી એનાલિટિક્સ

કોરોનાવાઈરસની અસર તમામ ઓટો અને ટેક સહિત અનેક ક્ષેત્રે જોવા મળી રહી છે. તેમ છતાં કોરિયન ટેક કંપની સેમસંગે ફોનનું વેચાણ કરવામાં બાજી મારી છે. ટેક રિસર્ચ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સના રિપોર્ટ મુજબ, આ વર્ષે ગ્લોબલી ‘સેમસંગ ગેલેક્સી A51’નાં 60 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. આ આંકડા સાથે તે એન્ડ્રોઈડ સ્માર્ટફોનાં લિસ્ટમાં સૌથી વધુ વેચાનાર સ્માર્ટફોન બન્યો છે. ગ્લોબલ સ્માર્ટફોન માર્કેટમાં તેનો 2.3% ભાગ છે. ત્યારબાદ લિસ્ટમાં 1.9% શેર સાથે ‘રેડમી 8’ બીજી નંબરે છે. સૌથી વધારે વેચાનાર એન્ડ્રોઈડ સ્માર્ટફોનનાં ટોપ 6 લિસ્ટમાં 4 સેમસંગના અને 2 શાઓમીના સ્માર્ટફોન સામેલ છે

રિપોર્ટના આંકડાનો અનુસાર,

  • ઓવરઓલ સ્માર્ટફોન માર્કેટમાં સેમસંગ ‘ગેલેક્સી A51’નો માર્કેટ શેર 2.3% છે.
  • 1.9% શેર સાથે આ લિસ્ટમાં ‘રેડમી 8’ સ્માર્ટફોન બીજા ક્રમાંકે છે.
  • સેમસંગનો ‘ગેલેક્સી S20+’ 1.7% માર્કેટ શેર સાથે ત્રીજા સ્થાને છે.
  • 1.6% માર્કેટ શેર સાથે સેમસંગનો ‘ગેલેક્સી A10s’ અને શાઓમીનો ‘રેડમી નોટ 8’ ક્રમશ: ચોથા અને પાંચમા નંબરે છે.
  • સેમસંગનો જ ‘ગેલેક્સી A20s’ સ્માર્ટફોન 1.4% શેર સાથે છઠ્ઠા ક્રમાંકે છે.

ટેક રિસર્ટ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સના અસોસિએટ ડાયરેક્ટર જુહા વિન્ટરના જણાવ્યા અનુસાર મોબાઈલ ઓપરેટર્સે સબસિડી ઓછી કરી છે. કોરોનાવાઈરસને લીધે અનેક દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. વૈશ્વિક સ્તરે સ્માર્ટફોન યુઝર્સ તેની કિંમતોને લઈ સંવેદનશીલ બની રહ્યા છે અને તેઓ નવાં એન્ડ્રોઈડ મોડેલની શોધમાં છે.

આ લિસ્ટમાં સામેલ સ્માર્ટફોનનાં બેઝિક વેરિઅન્ટની ભારતમાં કિંમત

સ્માર્ટફોન કિંમત (રૂપિયામાં)
સેમસંગ ગેલેક્સી A51 25,250
શાઓમી રેડમી 8 9,299
સેમસંગ ગેલેક્સી S20+ 77,999
સેમસંગ ગેલેક્સી A10s 10,035
શાઓમી રેડમી નોટ 8 11,499
સેમસંગ ગેલેક્સી A20s 13,695


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Galaxy A51 becomes best-selling smartphone with sales of 6 million units by March 2020: Strategy Analytics


from Divya Bhaskar https://ift.tt/3dN3HDr

No comments:

Post a Comment