Friday, 15 May 2020

AppGalleryને ગૂગલથી સારો વિકલ્પ બનાવવા માટેના 5 કારણો

સ્માર્ટફોન માર્કેટમાં નવતર પ્રયોગને ઘણો પસંદ કરવામાં આવે છે. તેમાંથી એક AppGallery છે, Huawei AppGallery ગૂગલના પ્લેસ્ટોરનો વિકલ્પ છે, જ તમને HONOR 9X Proમાં જોવા મળશે. ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવેલાં AppGalleryને દુનિયાભરમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. તેના 40 કરોડથી વધારે મંથલી એક્ટિવ યુઝર્સ છે. સંપૂર્ણ રીતે સુરક્ષિત ફીચરથી સજ્જ AppGallery ક્વિક એપ અને અન્ય યુનિક ફીચરને લીધે સૌથી અલગ છે.

AppGalleryની શરૂઆતથી જ તે યુઝર્સને ઘણુ પસંદ પડી રહ્યું છે. તેને લીધે જ ઘણા ઓછા સમયમાં તે દુનિયાનું ત્રીજું સૌથા મોટું એપ્સ માર્કેટપ્લેસ બન્યું છે. તેમાં તમને તમામ પોપ્યુલર ગ્લોબલ અને ક્વોલિટી લોકલાઈઝ્ડ એપ મળશે.

AppGallery Huawei અને HONORનું ઓફિશિયલ એપ ડિસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે, જેને પ્રથમ વખત ચીનમાં વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનું ગ્લોબલ વર્ઝન એપ્રિલ 2018માં લોન્ચ થયું હતું અને ત્યારબાદ તેને ભારયીય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યું છે. તેમાં મુખ્ય ત્રણ વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે: ક્વોલિટી, ઈનોવેશન અને સિક્યોરિટી. તેમાં દુનિયાની લગભગ તમામ ગુણવત્તાયુક્ત એપ્લિકેશન્સ સામેલ છે. તેમાં ઈનોવેશનની વાત કરવામાં આવે તો યુઝર્સને Huaweiના યુનિક હાર્ડવેર અને સોફ્ટવેર ક્ષમતાઓને અલગ રીતે ઉપયોગ કરવા મળશે. સુરક્ષાની વાત કરવામાં આવે તો આ પ્લેટફોર્મ પરથી દરેક એપ્લિકેશન સુરક્ષિત રીતે ડાઉનલોડ કરી શકાય છે. એ 5 કારણો નીચે મુજબ છે જેને લીધે તે યુઝર્સને પસંદ આવી રહી છે:

1)સુરક્ષા
AppGalleryમાં તમને સુરક્ષા સાથે તમામ એપ્સ એક્સપ્લોર કરવાની તક મળે છે. તમારા ફોન માટે 360 ડિગ્રી પ્રોટેક્શનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એપ્સને ડાઉનલોડ અને ઉપયોગ લેવા માટે તેમાં રોક સોલિડ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. AppGalleryમાં યુઝર પ્રાઈવસીની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 3 રિઝનલ સેન્ટર અને 15 ડેટા સેન્ટર્સને 20થી વધારે કમ્પલાયન્સ સર્ટિફિકેટ મળ્યાં છે. કમ્પલીટ સોફ્ટવેર અને હાર્ડવેર આર્કિટેક્ચરથી એન્ડ ટુ એન્ડ જીડીપીઆર કમ્પલાયન્સથી યુઝર્સની પ્રાઈવસીની સુરક્ષા થાય છે. આ સિવાય AppGalleryમાં તમામ એપ્લિકેશન 4 ઈન્સ્પેક્શનમાંથી પસાર થાય છે. એપ રજિસ્ટ્રેશન, બેકએન્ડ સિક્યોરિટી અને ડાઉનલોડ સિક્યોરિટીના સ્ટેપ્સમાં AppGallery પોતાની SafetyDetectનાં માધ્યથી રન ટાઈમ પ્રોટેક્શન પર કામ કરે છે. આજના સમયમાં એપ્સ સિક્યોરિટીની દૃષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. તેવામાં SafetyDetectનાં માધ્યમથી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.

2. વિકાસના ચરણ

AppGalleryને લોકપ્રિય વૈશ્વિક અને સ્થાનીય ગુણવત્તા એપ્લિકેશન્સના એગ્રિગેશન અને ડિસ્ટ્રિબ્યુશનનો 9 વર્ષનો અનુભવ છે. તેની શરૂઆત વર્ષ 2011માં થઈ હતી. એપ્રિલ 2018માં તેનું ગ્લોબલી લોન્ચિંગ થયું હતું. હવે તે 170થી વધારે દેશો/ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે અને તેના 40 કરોડથી વધારે એક્ટિવ મંથલી યુઝર્સ છે. તેમાં 18 કેટેગરીમાં તમને એેપ્લિકેશન મળે છે. તેમાં લાઈફસ્ટાઈલ, ટ્રાવેલ, એન્ટરટેઈન્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. ભારતની ટોપ 150માંથી 95% એપ્સ પહેલાંથી જ AppGalleryમાં ઉપલબ્ધ છે.

3)ભારતમાં લોકપ્રિય લગભગ તમામ એપ્સ સામેલ

AppGalleryની ભારતીય વ્યૂહરચનાની શરૂઆત ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલાHuawei Developer Daysના પ્રથમ ભારતીય વર્ઝનથી થઈ હતી. તેના ફક્ત થોડા મહિના પછી જએપ્લિકેશન્સ અને ડેવલપર્સનું એક વિશાળ નેટવર્ક બનાવવામાં આવ્યું છે. કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં 2000થી પણ વધુ લોકલ એપ્સનેAppGalleryમાં સામેલ કરી છે. કંપનીનું લક્ષ્ય છે કે ટૂંક સમયમાં 5000 એપ્લિકેશન્સ સામેલ કરવામાં આવે.

AppGalleryમાં આવતી કેટલીક લોકપ્રિય એપ્સ

કમ્યુનિકેશન એન્ડ ટેલિકોમ - એક્સ્પ્લોરી,એરટેલ,ટ્રૂકોલર,હાઇક અને જિઓ બ્રાઉઝર.

મેપ એન્ડ હેલ્થ – મેપ માય ઇન્ડિયા અને આરોગ્ય સેતુ.

એન્ટરટેનમેન્ટ - હંગામા પ્લે,હંગામા મ્યૂઝિક,વૂટ,જી5,સન નેક્સ્ટ,શેમારુ મી અનેMXપ્લેયર.

ન્યૂઝ એન્ડ એડ્યુકેશન - આજ તક, TOI,ઝી ન્યૂઝ,હિન્દુસ્તાન,હિન્દુ,ડેલી ઇન્ટ,બાયજૂસ,ઇનશોર્ટ્સ,એબીપી ન્યૂઝ,વર્ક ઇન્ડિયા અને જિઓ ન્યૂઝ.

ઇ-કોમર્સ અને બેંકિંગ - પેટીએમ,ઝોમાટો,ગ્રોફર્સ,નાઇકી,ફ્લિપકાર્ટ,ઝારા, HDFC,ICICI, SBI.

હોસ્પિટાલિટી અને ટ્રાવેલ - ઓયો,રેડ બસ,ઈન્ડિગો,ટ્રાવેલ,એર એશિયા,બુકિંગ ડોટ કોમ,રેલયાત્રા,ક્લિયરટ્રીપ,એગોડા.

4 ક્વિક એપ ઇકોસિસ્ટમ

AppGalleryમાંતમને ક્વિક એપ ઇકોસિસ્ટમ મળે છે,જે તમને નવા પ્રકારની ઇન્સ્ટોલેશન-ફ્રી એપ્લિકેશન્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ક્વિક એપની મદદથી સારો યુઝર એક્સપિરિયન્સ, પાવરફુલ ફંક્શન અનેHTML5પેજિસના ઓટોમેટિક અપડેટ્સ તમને મળે છે. આ યુઝર્સને નેટિવ એપ જેવો અનુભવ આપે છે. પરંતુ આ કામ માટે બહુ ઓછી મેમરી સ્પેસ લે છે. જો તેની સરખામણી એન્ડ્રોઇડ એપ્સ સાથે કરવામાં આવે તો તેના કોડ ફક્ત1/5માત્રામાં જ લખેલા છે અને તેના કારણે ક્વિક એપ્સ બહુ ઓછી મેમરી સ્પેસ રોકાય છે.1જીબી સ્પેસમાં ફક્ત20નેટીવ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી શકાય છે,જ્યારે આટલી જ જગ્યામાં તમે આરામથી2000ક્વિક એપ્લિકેશન્સ ચલાવી શકો છો. યુઝર્સ તેમના મનપસંદ ક્વિક એપ્લિકેશન્સને પોતાના ડેસ્કટોપ સાથે જોડી શકે છે અથવા ક્વિક એપ સેન્ટરથી પણ એક્સેસ કરી શકે છે.

5.કેવી રીતે AppGalleryવાળા ફોનમાં બીજી એપ્સનો ઉપયોગ કરવો?
AppGalleryમાં તમને ફોન ક્લોન જેવા ફીચર્સ મળે છે, જેની મદદથી તમે જૂની ફોનની દરેક એપ્સને AppGalleryવાળા HONOR ફોનમાં લાવી શકો છો. આ માટે તમારે બંને ફોનમાં ફોન ક્લોન ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ત્યારબાદ તમે આરામથી ફીચરનો ઉપયોગ તમારા HONOR ફોનમાં કરી શકો છો. એટલે કે આ રીતે તમે તે દરેક એપ્સનો ઉપયોગ કરી શકો છો જે હાલ AppGalleryમાં ઉપલબ્ધ નથી.

ભારતમાં પ્રથમ વખત AppGalleryનો ઉપયોગ તમે HONOR 9x Proમાં કરી શકો છો. હાલમાં AppGalleryની સાથે HONOR 9X Pro ફોન ભારતમાં લોન્ચ કરવામાં
આવ્યો છે.

HONOR 9X Pro લોન્ચ થયો
HONOR 9X Pro સિરીઝનો સૌથી જોરદાર ફોન છે, જે કિરીન 810 ફ્લેગશિપ પ્રોસેસર સાથે લોન્ચ કર્યો છે, તે 7nm ટેક્નોલોજી પર આધારિત છે. આ ફોન ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગમાં સરખી કિંમત ધરાવતા અન્ય ફોનથી ઘણો આગળ છે. જો તમને ગેમિંગનો શોખ છે તો તેના માટે HONOR 9X Pro શ્રેષ્ઠ ઓપ્શન છે.

આ શાનદાર ફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરાની સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. 6 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટને 17,999 રૂપિયામાં Flipkart પર વેચવામાં આવશે. ગ્રાહકોને આ ફોન મિડનાઈટ બ્લેક અને ફેન્ટમ બ્લેક રંગમાં મળશે.

આમાં 6.59 ઇંચની ફૂલ એચડી+ (1080x2340 પિક્સલ) ડિસ્પ્લે છે, જે 391 પીપીઆઈ પિક્સલ ડેન્સિટી સાથે આવે છે. સ્માર્ટફોનમાં કિરિન 810 ઓક્ટાકોર પ્રોસેસર છે. આ ફોનમાં GPU Turbo 3.0 ટેક્નોલોજી પણ છે.

ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ

HONOR 9X Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં f/1.8 અપર્ચરવાળું 48 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર છે. સાથે જ 8 મેગાપિક્સલનો સુપર વાઈડ એન્ગલ કેમેરા લેન્સ આપવામાં આવ્યો છે. પાછળના ભાગે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર પણ છે, જે f/2.4 અપર્ચર સાથે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો પોપ અપ કેમેરા આપવામાં આવ્યો છે.

4000 એમએએચની બેટરી
બેટરી 4000 એમએએચની છે. તેનું ડાયમેંશન 163.1×77.2×8.8 મિલીમીટર છે. કનેક્ટિવિટીના ફીચરમાં 4જી એલટીઈ, વાઈ ફાઈ 802.11 એસી, બ્લુટૂથ 4.2, 3.5 એમએમ ઓડિયો જેક અને યુએસબી ટાઈપ સી પોર્ટ સામેલ છે. ફોનના કિનારે આપેલ પાવર બટન જ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

3 હજાર રૂપિયાની છૂટ
21 મે અને 22 મેના રોજ થનાર Special Early Access Sale માટે ગ્રાહકોએ Flipkart પર 19 મે સુધી રજિસ્ટર કરવાનું રહેશે. કંપની આ સેલમાં ગ્રાહકોને 3000 રૂપિયાની છૂટ આપશે અને વ્યાજ વગરના ઇએમઆઇનો વિકલ્પ પણ આપશે. નિયમ અને શરતો લાગૂ છે.

HONOR 9X Pro ની ખરીદી માટે અહીં આપેલીલિંક પર ક્લિક કરો



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
5 Reasons to Make AppGallery a Better Alternative to Google


from Divya Bhaskar https://ift.tt/2LxQZfT

No comments:

Post a Comment