ભારતમાં ચાઈનીઝ ટેક કંપની તેનાં મિડલ રેન્જ સ્માર્ટફોન સિરઝ Narzoનાં લોન્ચિંગ બાદ હવે તેનાં પ્રથમ ટીવી અને સ્માર્ટવોચનાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. 22મેએ યોજાનારી આ લોન્ચિંગ ઈવેન્ટમાં કંપનીનું પ્રથમ ટીવી (રિઅલમી ટીવી) અને પ્રથમ સ્માર્ટવોચ (રિઅલમી વોચ) પર લોન્ચ થશે. કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.
It’s time to #LeapToNext as we move forward to fulfill our vision of making #realme the most loved Tech Lifestyle brand.
— realme Link (@realmeLink) May 15, 2020
Join us in this journey at 12:30 PM, 25th May on our official channels. pic.twitter.com/Ff9aEytKw0
રિઅલમી કંપનીએ તેની અપકમિંગ પ્રોડક્ટ્સના સ્પેસિફિકેશન વિશે કોઈ માહિતી આપી નથી. કંપનીએ વોચ અને ટીવીની ટીઝર ઈમેજ શેર કરી છે. તેમાં કોઈ ખાસ માહિતી મળતી નથી માત્ર એટલું કન્ફર્મ થાય છે કે તેની વોચનું બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થશે અને વોચની જમણી બાજુએ ઓપરેટિંગ બટન મળશે.
રિઅલમી ટીવી
-
રિઅલમનું સ્માર્ટ ટીવી 32 ઈંચથી લઈ 65 ઈંચની રેન્જમાં લોન્ચ થઈ શકે છે. તેમાં 40 ઈંચ, 43 ઈંચ, 50 ઈંચ, 55 ઈંચ સહિતનાં વેરિઅન્ટ સામેલ થશે. ગૂગલ દ્વારા સર્ટિફિકેશન મળતા એ વાત કન્ફર્મ છે કે અપકમિંગ ટીવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.
- ટીવીમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે કંપની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ ColorOS 7 સપોર્ટ પણ આપી શકે છે.
- સ્માર્ટ ટીવી સાથે કંપની રિમોર્ટ પણ લોન્ચ કરશે. આ રિમોર્ટમાં પણ એડવાન્સ ફીચર જોવા મળશે. રિમોર્ટને વોઈસ કમાન્ડથી ઓપરેટ કરી શકાશે.
રિઅલમી વોચ
રિઅલમીની પ્રથમ સ્માર્ટવોચમાં 1.4 ઈંચની LCD ડિસ્પ્લે મળી શકે છે. તેનું રિઝોલ્યુશન 320x320 હોઈ શકે છે. તેમાં 160 mAhની બેટરી મળી શકે છે. તેનાં બ્લેક, વ્હાઈટ,યલો અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/364td4l
No comments:
Post a Comment