કોરોનાવાઈરસને લીધે દુનિયાભરમાં લાગુ કરાયેલા લોકડાઉનને લીધે ઓનલાઈન ગેમિંગના વલણમાં વધારો જોવા મળ્યો છે. લાઈવ સ્ટ્રિમિંગ ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મ સ્ટ્રીમએલિમેન્ટના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષે એપ્રિલ મહિનામાં ફેસબુક ગેમિંગના ઉપયોગના કલાકોમાં 238%નો વધારો જોવા મળ્યો છે. ત્યારબાદ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ Twitch 101%ના વધારા સાથે બીજા સ્થાને છે. યુટ્યુબની વ્યૂઅરશિપમાં 65%નો વધારો થયો છે.
સાથે સૌથી વધારે Twitch ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ જોવાયું
સ્ટ્રિમએલિમેન્ટના રિપોર્ટ અનુસાર, ઓનલાઈટ પ્લેટફોર્મમાં સૌથી વધારે 165 કરોડ કલાક યુઝર્સે Twitch પર વિતાવ્યા છે. યુટ્યુબને કુલ 461 કરોડ કલાક અને ફેસબુક ગેમિંગને કુલ 291 કરોડ કલાક સુધી જોવામાં આવી છે. જોકે સૌથી ઓછો વધારો માઈક્રોસોફ્ટ મિક્સરમાં જોવા મળ્યો છે, જે માત્ર 0.2% છે.
ફેસબુક ગેમિંગ એપ ગત મહિને લોન્ચ થઈ છે
લોકડાઉનને જોતાં ફેસબુકે એન્ડ્રોઈડ અને ગૂગલ પ્લે સ્ટોર માટે ગેમિંગ એપ લોન્ચ કરી હતી. તેની મદદથી યુઝર અન્ય યુઝર્સ સાથે લાઈવ ગેમ્સ રમી શકે છે. આ સિવાય તેમાં ગેમિંગ ટૂર્નામેન્ટ અને લાઈવ વોચિંગની પણ સુવિધા મળે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TfUSu8
No comments:
Post a Comment