ચાઈનીઝ ટેક કંપની ટૂંક સમયમાં ભારતમાં તેની 5G સ્માર્ટફોન સિરીઝ ‘ફાઈન્ડ X2’ લોન્ચ કરશે. આ સિરીઝમાં ‘ફાઈન્ડ X2’ અને ‘ફાઈન્ડ X2 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થશે. બંને સ્માર્ટફોનમાં 6.7 ઈંચ અને 120Hzનો રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે મળશે. કંપનીએ ટ્વીટ કરી તેનો ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે.
‘ફાઈન્ડ X2’ સિરીઝનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ સિરીઝના સ્માર્ટફોનમાં ડિસ્પ્લેનાં પફોર્મન્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. એમેઝોન પર રિલીઝ કરવામાં આવેલાં ટીઝર પેજ મુજબ, આ સિરીઝમાં 6.7 ઈંચ અને 120Hzનો રિફ્રેશરેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
- ડિસ્પ્લેમાં 240Hzનો ટચ સેમ્પલિંગ રેટ અને 19.8:9નો આસ્પેક્ટ રેશિયો મળશે. તેમાં ક્વાડ હાઈ ડેફિનેશન+ રિઝોલ્યુશન મળશે.
- આ સિરીઝના ફોનમાં 65વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે, જે 10 મિનિટમાં 0થી 40% અને 38 મિનિટમાં ફુલ ચાર્જ કરશે.
- ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
- આ સિરીઝના ફોનમાં સિંગલ હોલ પંચ ફ્રન્ટ કેમેરા મળશે.
કિંમત
યુરોપિન માર્કેટમાં લોન્ચ થયેલી સિરઝ પ્રમાણે ‘ફાઈન્ડ X2’ની કિંમત 83,000 રૂપિયા અને ‘ફાઈન્ડ X2 પ્રો’ની કિંમત 1,00,500 રૂપિયા હોઈ શકે છે. યુરોપમાં ‘ફાઈન્ડ X2’નું 12GB + 256GB વેરિઅન્ટ અને ‘ફાઈન્ડ X2 પ્રો’નું 12GB + 512GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. જોકે ભારતમાં કયા વેરિઅન્ટને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
‘ફાઈન્ડ X2’ સિરિઝમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. બંને ફોનમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. આ સિરીઝનાં ફોનમાં એન્ડ્રોઈડ 10 વિથ ColorOS 7.1 ઓપરેટિંગ સિસ્ટમ મળશે. સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cE5Jpc
No comments:
Post a Comment