કોરોનાવાઈરસ ટ્રેકિંગની સરકારી એપ ‘આરોગ્ય સેતુ’નું Kai OS વર્ઝન લોન્ચ થયું છે. તેથી હવે ફીચર ફોન યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે. જિઓફોન Kai OS ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. તેથી આ નવાં વર્ઝનથી જિઓફોનના 50 લાખ યુઝર્સને ફાયદો થશે.
અત્યાર સુધી આ એપ એન્ડ્રોઈડ અને iOS ડિવાઈસ પર સપોર્ટ કરતી હતી. એપની લોકપ્રિયતા વધતા અને મોબાઈલમાં એપ હોવી કેટલીત જગ્યાએ ફરજિયાત બનતા તેના 10.19 કરોડ યુઝર્સ થયાં છે.
અન્ય મોડેલ માટે પણ એપ લોન્ચ કરવામાં આવશે
- રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ ખંડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી અભિષેક સિંહના જણાવ્યા અનુસાર સરકારનો પ્રયાસ છે કે તમામ લોકો સુરક્ષિત રહે. સરાકર ઈચ્છે છે કે ફોન ધરાવતા તમામ લોકો આ એપ ઈન્સ્ટોલ્ડ થાય. હાલ જિઓફોના એક મોડેલ માટે તેને લોન્ચ કરવામાં આવી છે અન્ય મોડેલ માટે તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
- જિઓફોન Kai OS વર્ઝન પર રન કરે છે. તે એન્ડ્રોઈડ અને iOSથી અલગ છે. જિઓફોનનાં યુઝર્સને પણ આરોગ્ય સેતુ એપનો લાભ મળે તેના માટે તેને લોન્ચ કરવામાં આવ્યું છે. જોકે જિઓ કંપની દ્વારા આ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Lupzrl
No comments:
Post a Comment