ચાઈનીઝ ટેક કંપની રિઅલમી ટૂંક સમયમાં ‘રિઅલમી X50 પ્રો’ પ્લેયર એડિશન લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચિંગ પહેલાં તેના કેટલાક સ્પેસિફિકેશન સામે આવ્યાં છે. ચાઈનીઝ માઈક્રો બ્લોગિંગ સાઈટ વીબો પર ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન લીક થયાં છે.
લીક થયેલાં સ્પેસિફિકેશન મુજબ ‘રિઅલમી X50 પ્રો’ પ્લેયર એડિશનમાં ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. લીક અનુસાર ફોનમાં 16MP + 2MPનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા મળશે. ‘રિઅલમી X50 પ્રો’માં 32MP + 8MPનું સેટઅપ મળશે.
‘રિઅલમી X50 પ્રો’ પ્લેયર એડિશનનાં સ્પેસિફિકેશન
- લીક અનુસાર, ‘રિઅલમી X50 પ્રો’ પ્લેયર એડિશનમાં 6.44 ઈંચ અને 90Hzનો રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
- ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.
- ફોનમાં 8GBની રેમ અને 128GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળશે.
- ફોનમાં 48MP + 8MP + 2MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
- ફોનમાં 65 વોટનું ફાસ્ટ ચાર્જિંગ ધરાવતી 4200mAhની બેટરી મળશે.
- ફોનની કિંમત 32,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WCURCq
No comments:
Post a Comment