Monday, 15 June 2020

ગત મહિને ‘પોકો X2’ અને ‘રેડમી 8’ સહિત 6 સ્માર્ટફોનની કિંમતમાં વધારો થયો, ‘રિઅલમી C3’ની કિંમત હવે 7,999 રૂપિયા

કોરોનાને લીધે લાગુ કરાયેલા લોકડાઉનમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો થતો જોવા મળ્યો છે. ગત મહિને શાઓમી, સેમસંગ, રિઅલમી સહિતની કંપનીઓએ તેમના કેટલાક સ્માર્ટફોનની કિંમતમાં વધારો ઝીંક્યો છે. તેમાં ‘પોકો X2’, ‘સેમસંગ ગેલેક્સી M21’, ‘રેડમી નોટ 8’, ‘રેડમી 8’, ‘રેડમી 8A ડ્યુઅલ’ અને ‘રિઅલમી C3’ સ્માર્ટફોન સામેલ છે. એપ્રિલ મહિનામાં સ્માર્ટફોન પર GST દર વધી જવાથી કંપનીઓએ તેમની પ્રોડક્ટ્સની કિંમતમાં વધારો કર્યો છે.

‘પોકો X2’

વિવોની સબબ્રાન્ડ પોકોના ‘પોકો X2’ સ્માર્ટફોનની કિંમતમાં ગત અઠવાડિયે વધારો થયો છે. 6B + 64GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયાથી વધીને 17,499 રૂપિયા, 6GB + 128GB મોડેલની કિંમત 17,999 રૂપિયા વધીને 18,499 રૂપિયા થઈ છે. જોકે તેનાં 8GB + 256GB વેરિઅન્ટની કિંમત અગાઉ જેટલી 20,999 રૂપિયા છે.

‘સેમસંગ ગેલેક્સી M21’

સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગે પણ તેનાં ‘ગેલેક્સી M21’ મોડેલમાં વધારો કર્યો છે. તેનાં તમામ વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયાનો વધારો નોંધાયો છે. ભાવવધારા સાથે હવે ફોનનાં 4GB + 64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે.

‘રેડમી નોટ 8’

શાઓમીએ ‘રેડમી નોટ 8’ની કિંમતમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે. તેનાં 4GB + 64GB વેરિઅન્ટની કિંમત હવે 11,999 રૂપિયા અને 6GB + 128GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જોકે લોન્ચિંગ સમય કરતાં આ ફોનની કિંમતમાં ખાસો વધારો કરાય છે. લોન્ચિંગ સમયે ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા હતી.

‘રેડમી 8’

શાઓમીના આ અફોર્ડેબલ સ્માર્ટફોનની કિંમતમાં 200 રૂપિયાનો ભાવવધારો કરાયો છે. હાલ માર્કેટમાં તેનું સિંગલ 4GB + 64GB વેરિઅન્ટ જ ઉપલબ્ધ છે. તેની કિંમત 200 રૂપિયા વધીને હવે 9,499 રૂપિયા થઈ છે.

‘રેડમી 8A ડ્યુઅલ’

રેડમી 8ની જેમ આ મોડેલમાં પણ શાઓમીએ 200 રૂપિયાનો વધારો કર્યો છે. ફોનનાં 2GB + 32GB વેરિઅન્ટની કિંમત હવે 7,499 રૂપિયા થઈ છે, જે અગાઉ 7,299 રૂપિયા હતી. જોકે તેનાં 3GB + 32GB વેરિઅન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. લોન્ચિંગ બાદ તેની કિંમતમાં કુલ 1000 રૂપિયાનો વધારો થયો છે.

‘રિઅલમી C3’

શાઓમીની આ ફોનમાં 500 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગત મહિને તેની કિંમતમાં વધારો કરાયો છે. હવે ફોનનાં 3GB + 32GB વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The price of 6 smartphones including 'Poco X2' and 'Redmi 8' went up last month, while 'Realme C3' is now priced at Rs 7,999.


from Divya Bhaskar https://ift.tt/2Y0AUpR

No comments:

Post a Comment